ગ્રામીણ બેંકના દરવાજાથી 500 મીટર સુધી મુખ્યમાર્ગ સુધી લોકોની લાંબી લાઈનો લાગી
વેરાવળ. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વેરાવળમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પર આધારકાર્ડમાં સુધારા માટે લાંબી લાઈન લાગી છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળ્યો થતો હોવાનું જોવા મળી રહ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર મુક પ્રેક્ષક બની
આધારકાર્ડમાં ઓનલાઈન સુધારા માટે વેરાવળમાં એક માત્ર સેન્ટર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક છે. નાના અને મધ્યમ વર્ગના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આધારકાર્ડમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ ગ્રામીણ બેન્કના દરવાજાથી 500 મીટર સુધી મુખ્યમાર્ગ સુધી લોકોની લાંબી લાઈનો લાગી છે. તંત્રની ગંભીર બેદરકારી કોરોનાની આફતને નોતરી શકે છે. આમ કોવિડની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બની તમાસો જોઈ રહી છે.