આ.રશ્મિરત્નસુરીશ્વર મ.સા.370 શ્રમણી સાધ્વીગણનું સંચાલન કરશેગુણરત્નસુરીશ્વર મ.સા.એ એક વર્ષ પૂર્વે પત્ર લખી રાખ્યો હતો
સુરત. જૈનશાસનમાં દીક્ષાદાનેશ્વરી આ.ગુણરત્નસુરીશ્વર મ.સા.એ ગત મંગળવારે બ્રહ્મમુહૂર્તમાં મહાનિવાર્ણના પંથે પરમ પ્રયાણ કર્યુ હતું. આચાર્ય રશ્મિરત્નસુરીશ્વર મ.સા.ના માર્ગદર્શન હેઠળ ગુણરત્નસૂરીશ્વર મ.સાની થ્રીડી ડિજિટસ ગુણાનુવાદસભા યોજાઇ હતી. જેમાં 50થી વધુ મુર્ધન્ય આચાર્ય ભગવંતોએ શ્રદ્ધાંજલિ સંદેશાઓ તથા ખ્યાતનામ 26 પ્રવક્તાઓ અને ઉદ્યોગપતિઓએ સંવેદના રજૂ કરી હતી. આ સાથે જ આજે ગુણરત્નસૂરિજીના ઉત્તરાધિકારીનાં નામની ઘોષણા પણ કરવામાં આવી હતી. જેમાં ગુણરત્નસૂરીશ્વર મહારાજાના ઉત્તરાધિકારી તરીકે આ.ભ. પુણ્યરત્નસુરીશ્વરના નામની ઘોષણા કરાઈ હતી.
‘રત્ન’ અને બહેનની દીક્ષા બાદ ‘રેખા’ લાગી જતુ એ પરંપરા યથાવત
આ. રશ્મિરત્નસુરીશ્વર મ.સાએ કહ્યું હતું રે, કે દીક્ષાદાનેશ્વરી મહારાજે એક વર્ષ પૂર્વે જ ભાવિ વ્યવસ્થા અંગેનો પત્ર બંધ કવરમાં ગચ્છાધિપતિ જયધોષસુરીજીને આપી દીધો હતો. વર્તમાન ગચ્છાધિપતિ આ. રાજેન્દ્રસુરીની આજ્ઞાા અનુસાર તે પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર ગુરૂદેવનીનાં ગ્રુપમાં 700 અઠ્ઠમતપનાં મહાન તપસ્વી પૂ.આ. આ.ભ. પુણ્યરત્નસુરીશ્વર મ.સા. ઉત્તરાધિકારી તરીકે ઘોષિત થયા હતાં. તેઓ સંપુર્ણ સમુદાયનું સંચાલન કરશે. અને તેમાં સહાયક આ.રશ્મિરત્નસૂરિજી રહેશે. તેમજ 370 શ્રમણી સાધ્વીગણનું સંચાલન પણ આ.રશ્મિરત્નસુરીશ્વર કરશે. તેમણે કહ્યું કે, આજ સુધી જો ભાઇની દીક્ષા થાય તો તેની પાછળ ‘રત્ન’ અને બહેનની દીક્ષા બાદ ‘રેખા’ લાગી જતુ એ પરંપરા યથાવત રહેશે.