પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષની ઓફિસમાં લાગેલી આગ ફાયર સિસ્ટમના કારણે ઝડપથી કાબુમાં આવી ગઈ

0
305
સવારના સમયે મોલ અને ઓફિસો ચાલુ થવાની તૈયારીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી

ગાંધીનગર. શહેરના વિસત-ગાંધીનગર હાઇવે પર આવેલા ફોર ડી સ્કવેર મોલની સામે પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં પેન્ટાલુન શો રૂમ ઉપર આવેલી એક ઓફિસમાં ભીષણ આગ લાગી છે. 6 જેટલા ફાયર ફાઈટર અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. સવારના સમયે મોલ અને ઓફિસો ચાલુ થવાની તૈયારીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. લોકો બહાર દોડી આવ્યા હતા. ઓફિસમાં કેટલાક લોકો ફસાયા છે કે કેમ તે અંગે હજી માહિતી મળી નથી. પેન્થર સર્વેલન્સ એન્ડ એલાઈડ સર્વિસસ નામની સિક્યુરિટી એજન્સીની ઓફિસમાં આગ લાગી હતી. 417 અને 418 નંબરની ઓફિસમાં આગ લાગી હતી. ઓફિસમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.

આગના કારણે બંને ઓફિસ બળીને ખાક થઈ ગઈ હતી
આગ લાગતા આખુ કોમ્પલેક્ષ ખાલી કરી દેવામાં આવ્યું હતું. આગના કારણે બંને ઓફિસ બળીને ખાક થઈ ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરના જણાવ્યા મુજબ, કોમ્પ્લેક્ષમાં ફાયર સિસ્ટમ હોવાના કારણે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી. અને રાહતની વાત એ છે કે કોઈપણ જાનહાની થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે તેવી શક્યતાઓ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here