- ચાઈના ફિલ્મ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે, ઓછા જોખમવાળા વિસ્તારોમાં થિયેટરો ફરીથી ખોલવામાં આવી શકે છે
- 2019માં ચીન બોક્સ ઓફિસે 9.2 અજબ ડોલર( અંદાજે 50 હજાર કરોડ)નો બિઝનેસ કર્યો હતો
ચીનમાં કોરોનાવાઈરસની અસર ઓછી ગઈ હોવાથી ત્યાં થિયેટરો ફરી ખુલવા લાગ્યા છે. કોવિડ-19 મહામારીના કારણે ચીનમાં છેલ્લા 6 મહિનાથી થિયેટરો બંધ હતા. ચાઈના ફિલ્મ એડમિનિસ્ટ્રેશના જણાવ્યા પ્રમાણે, ઓછા જોખમવાળા વિસ્તારમાં થિયેટરો ફરીથી ખોલવામાં આવી શકે છે. કોરોનાવાઈરસના કારણે જાન્યુઆરીમાં શટડાઉનના કારણે ચીનમાં ઘણા થિયેટરો બંધ થઈ ગયા છે.
થિયેટરો માટે નિયમ તૈયાર કરવામાં આવ્યા
થિયેટરોને ફરીથી ખોલવા માટે સરકારે ઘણા નિયમો નક્કી કર્યા છે, જેનું તમામ લોકોએ પાલન કરવાનું રહેશે. સ્ક્રીનિંગમાં 30 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે. કોઈ સ્થાન પર દર્શાવવામાં આવતી ફિલ્મોની સંખ્યા તેની અગાઉના વોલ્યુમના 50% હશે. ફિલ્મ જોવા માટે આવતા દર્શકોનું તાપમાન ચેક કરવામાં આવશે.
દર્શકોની સાથે થિયેટરના કર્મચારીઓએ પણ દરેક સમયે માસ્ક પહેરવું જરૂર છે. મૂવી ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે. તેમજ થિયેટરની અંદર દર્શકોએ ઓછામાં ઓછા એક મીટરના અંતરે બેસવું પડશે.
ફૂડ આઈટમનું વેચાણ નહીં થવાને કારણે રેવન્યુનું નુકસાન
થિયેટરોમાં ખાવા-પીવાની વસ્તુઓ વેચવામાં આવશે નહીં. તેનાથી સિનેમાઘરની આવકને મોટો ફટકો પડશે, કેમ કે, લાંબા સમય સુધી આ બિઝનેસમાં સૌથી વધારે આવકનો હિસ્સો ખાદ્ય ચીજવસ્તુઓ છે. ચીન વિશ્વની ફિલ્મોનું બીજું મોટું માર્કેટ છે. 2019માં અહીં બોક્સ ઓફિસે 9.2 અબજ ડોલર (લગભગ 50 હજાર કરોડ)નો બિઝનેસ કર્યો હતો.