રાજ્યના શિક્ષણ વિભાગની નીતિ-નિર્ણયોના અભાવ સામે શાળા સંચાલકો આક્રમક, કોર્ટમાં જવાની તૈયારી

0
273
  • સંચાલકો સરકારની અનિર્ણયકતાથી કંટાળી હાઇકોર્ટ ના દ્વાર ખટખટાવવા માટે તૈયારી કરી રહ્યા છે
  • રાજ્ય શાળા સંચાલક મહામંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ આગામી દિવસોમાં લડાયક બનવાનો નિર્ણય

અમદાવાદ. ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર તો ધીરે ધીરે શરૂ થઈ રહ્યા છે, પરંતુ રાજ્યના 1 કરોડથી વધુ વાલી, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય કે નીતિ ઘડવામાં ન આવતા અનેક સ્કૂલોમાં સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે, આ સ્થિતિમાં હવે સરકારની અનિર્ણયકતાથી કંટાળી હાઇકોર્ટ ના દ્વાર ખટખટાવવા માટે તૈયારી કરી રહ્યા છે.

સરકારમાં શાળા સંચાલકોના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી પડત્તર છે
ગુજરાતમાં સરકારની શિક્ષણની બાબતોમાં અનિર્ણાયકતાની વિદ્યાર્થીઓ ના ભાવિ ઉપર અસર પડી રહે છે. સરકારની નિતિઓથી વાલીઓમાં રોષ પ્રવર્તે જ છે પણ હવે શાળા સંચાલકો પણ નારાજ છે સરકારમાં શાળા સંચાલકોના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી પડત્તર છે પરંતુ સરકાર આ અંગે હા કે ના નો નિર્ણય લઈ શકતી નથી અને પ્રશ્ર્નો લટકતા રાખી ગુંચવાડો સર્જી રહી છે.

રાજકીય પક્ષોનાં નિવેદનો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
રાજ્યની શાળાઓ અંગે પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા સંચાલકો હાઇકોર્ટમાં જવા તૈયાર રાજ્ય શાળા સંચાલક મહામંડળની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાળાઓની જૂની અને નવી ફી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી, ધો. 10અને 12 બોર્ડ પરિણામ આધારિત ગ્રાન્ટની નિતી, ઓનલાઇન શિક્ષણની સમીક્ષા તેમજ ધો. 9થી 12નાં વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યા, રજીસ્ટ્રેશન પ્રવેશ અને તે સંદર્ભે પડતી મુશ્કેલીઓ ઉપરાંત ફી સંદર્ભે સમાજ, વાલીઓ, વિદ્યાર્થીઓ, સરકાર, કોર્ટ અને રાજકીય પક્ષોનાં નિવેદનો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીને મૌખિક રજૂઆત કરવા છતાં હકારાત્મક નિર્ણય મળ્યો નથી
આ મુદ્દાઓ સંદર્ભે મહામંડળ તથા અન્ય શૈક્ષણિક સંઘો તરફથી રાજ્યનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી વગેરે સમક્ષ અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ હકારાત્મક નિર્ણય હજુ સુધી મળ્યો નથી. તમામ તબક્કા બાદ હવે ન્યાય મેળવવા માટે એક માત્ર હાઇકોર્ટનાં દરવાજા ખખડાવવાનો જ તબક્કો બાકી રહ્યો છે. જો હાઇકોર્ટમાં જવાનું થાય તો તેના માટે રાજ્યનાં મહામંડળનાં પ્રમુખને સંપૂર્ણ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ જિલ્લાની સામાન્ય સભા કે પછી કારોબારીની બેઠક આગામી દિવસમાં બોલાવીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીને 10 દિવસમાં જિલ્લાઓને તેમનો અભિપ્રાય આપવાની જાણ કરવાનું પણ નક્કી થયું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here