ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના સંક્રમણ નાથવા નવતર પ્રયોગ, વાહન ચાલકોને ઉભા રાખી ઉકાળો પીવડાવે છે

0
349
  • સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના સંક્રમણને નાથવા અનોખો પ્રયોગ
  • ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉકાળાનું વિતરણ કરાયું

સુરત. રિજીયન વન ટ્રાફિક સેક્ટર સુરત દ્વારા કોરોના સામે લોકોને રક્ષણ આપવા હેતુથી ટ્રાફિક પોઇન્ટ પરથી પસાર થતા તમામ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOW અભિયાનની સાથે ઉકાળા વિતરણ કરતા લોકોને કોરોના સામે રક્ષણ મળશે.

આઈ ફોલો અભિયાનની સાથે ઉકાળા વિતરણ
સમગ્ર સુરત શહેર હાલ કોરોનાના ભરડામાં આવી ગયું છે. શહેર જિલ્લામાં કોરોના કેસો દસ હજારને પાર થઈ ચૂક્યા છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ રિજીયન વન દ્વારા I FOLLOW અભિયાનની સાથે ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સુરતના ઉધના વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન ટ્રાફિક પોઇન્ટ પર તમામ વાહન ચાલકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ઉકાળાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના સામે રક્ષણ મળે છે તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક સંસ્થાની મદદથી આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here