જામકંડોરણા ખાતે રૂ. ૧૫ લાખના ખર્ચે પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કૅમેરા પ્રોજેક્ટ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોની શાંતિ સલામતી અને સુખાકારી માટે અનેકવિધ પગલાંઓ લઇ ‘‘સલામત ગુજરાત’’ની વિભાવના ચરિતાર્થ કરી રહી છે જેતપુર બાદ જામકંડોરણા ખાતે પણ રૂપિયા ૧૫ લાખના ખર્ચે ૨૭ જેટલા સીસીટીવી કેમેરા રૂપી ‘‘તીસરી આંખ’’ દ્વારા શહેરને સુરક્ષા પૂરી પાડશે. હવે લોકોને કોઇ પણ પ્રકારના ભય વગર સંપૂર્ણ સલામતીનો અહેસાસ થશે . મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ પૂર્વે જેતપુર શહેરને પણ રૂ. ૩૫ લાખના ખર્ચે સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવેલ હતું. આવનારા સમયમાં વીરપુર સહિત અનેક ગામોમાં સલામતી અર્થે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અમલી બનાવાશે અને લોકોની સુરક્ષામાં ઉમેરો કરાશે. રાજ્યની સુરક્ષા થકી વિકાસ વેગવંતો બનાવવા માટે તમામ પગલાં લેવામાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું

આ પ્રસંગે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં કુલ ૨૭ કેમેરાથી સમગ્ર જામકંડોરણાના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવે છે તેમજ ચાર ઓટોમેટિક નંબર પ્લેટ recognition system આધારિત કેમેરા ફીટ કરવામાં આવ્યા છે, જેના થકી નંબર પ્લેટ સોફ્ટવેરમાં સીધી અંકિત થઈ જશે. ભવિષ્યમાં નંબરના આધારે સંબંધિત વાહનની હિસ્ટ્રી પણ જાણી શકાશે આ પ્રકારે cctv project થી કાયદો-વ્યવસ્થા અને લોકોની સુખાકારીમાં વધારો થશે SP બલરામ મિણા એ વધુમાં જણાવ્યું હતું સીસીટીવી ફૂટેજ પ્રમાણ પુરાવા તરીકે પણ ઉપયોગી બની રહ્યા છે તેમજ સીસીટીવી કેમેરા લાગવાથી ગુનાખોરી ચોરી લૂંટફાટના ભેદ સરળતાથી ઉકેલી શકાય છે તેવું બલરામ મીણાએ સુવિધા ઉપલબ્ધ થવા અંગે જણાવ્યું હતું

આ પ્રસંગે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બારમોર, શહેરના અગ્રણીઓ, પોલીસ સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.