માંગરોળ શાપુર રોડ પર રહેતી અને છેલ્લા 4 દિવસથી ગુમ મહિલાની લાશ કુવા માંથી મળી

0
1362

જુનાગઢ જિલ્લાના માંગરોળ ના શાપુર રોડ પર રહેતી અને છેલ્લા 4 દિવસથી ગુમ થયેલ મહિલાની લાશ આજ રોડ માંગરોળના વેરાવળ રોડ પર આવેલ પરબ વિસ્તારના એક કુવામાંથી મળી આવી છે.
પરબ વિસ્તારના એક કુવામાંથી કોહવાયેલ હાલતમાં લાશ મળી આવતા પરિવાજનોમાં અરેરાટી મચી ગયેલ છે.
માંગરોળ નગરપાલીકા તેમજ સ્થાનિકો અને આગેવાનો એ રેસ્ક્યુ કરીને લાશને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.
ઘટના સ્થળે માંગરોળ મામલતદાર બેલડીયા, ડી વાય એસપી પુરોહિત સહિત માંગરોળ મામલતદાર, પાલીકા અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
હાલમાં પોલીસ દ્વારા પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મહિલા એ આત્મહત્યા કરી છે કે પછી મર્ડર કરવામાં આવ્યું છે ? અને જો આત્મહત્યા કરી છે તેની પાછળ કારણ શું ?
તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

અહેવાલ ઇમરાન બાંગરા .માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here