પુનિતનગર પમ્પીંગ સ્ટેશનમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે
રાજકોટ. આવતીકાલે મંગળવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટના પાંચ વોર્ડમાં કાલે પાણીકાપ ઝીંકવામાં આવશે. વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13માં પાણીકાપ ઝીંકવામાં આવશે. પુનિતનગર પમ્પીંગ સ્ટેશનમાં સર્વિસિંગ અને વાલ્વ બદલવાની કામગીરીને લઇને પાંચ વોર્ડમાં પાણીકાપ ઝીંકાશે. આથી પાંચ વોર્ડ હેઠળ આવતા અનેક વિસ્તારોને અસર થશે.
રાજકોટના આટલા વિસ્તારોને અસર પહોંચશે
આવતીકાલે વોર્ડ નં.8માં ન્યૂ કોલેજવાડી, રામધઆમ, નવજ્યોત પાર્ક, સાંઇનગર, શિવમનગર, નારાયણનગર, મારૂતિ પાર્ક, ચંદ્રપાર્ક, ગુલાબ વિહાર, ઇન્દ્રલોક, નાનામોવા આવાસ, સાંકેત પાર્ક અને ગોલ્ડન પાર્ક સહિતના વિસ્તારોને અસર પહોંચશે. વોર્ડ નં. 10માં જયપાર્ક, સ્વાતી સોસાયટી, પાવન પાર્ક, નિધી કર્મચારી, મારૂતી શ્યામલવિહાર, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ, સૌરભ, ફૂલવાડી, શિવ આરાધના, આલાપ હેરિટેજ સહિતના વિસ્તારોને અસર પહોંચશે. વોર્ડ નં 11માં 40 ફૂટ મેઇન રોડ, જલારામ સોસાયટી, પટેલનગર, ધરમનગર, ઓમનગર, મુરલીધર સોસાયટી સહિતના વિસ્તારોને અસર પહોંચશે. વોર્ડ નં. 13માં ખોડિયારનગર, આંબેડકરનગર, ગીતાનગર, વિશ્વકર્મા સોસાયટી, કોઠારીયા આઘાટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ, પી એન્ડ ટી કોલોની સહિતના વિસ્તારોને અસર પહોંચશે.