- કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સુરક્ષાની માંગ કરી
- સાદા માસ્ક પહેરીને કોરોનાગ્રસ્તોની સારવાર કરવી પડે છે-તબીબો
વલસાડ. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા 150 જેટલા ઈન્ટર્નટ ડોક્ટર મળીને કુલ 250 ડોક્ટરોએ હડતાળ અને દેખાવો કર્યા છે. તબીબોને સુરક્ષા માટે N-95 માસ્ક અને PPE કીટ ન મળતી હોવાથી ચેપ લાગતો હોવાનો ભય સતાવી રહ્યો છે. તબીબોએ કહ્યું કે, સ્ટોક હોવા છતાં પણ તેમને આપવામાં આવતો નથી. જેથી જીવના જોખમે તેમને સારવાર કરવાની ફરજ પડી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે, વહેલી તકે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
4ને ચેપ લાગી ગયો
વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબો અને નર્સિંગ સ્ટાફમાંથી ચાર લોકોને કોરોનો ચેપ લાગી ગયો છે. જેથી તેમને સારવાર પણ આપવામાં આવી છે. જો કે, હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સ્ટાફને વધુ તકેદારી રાખવાની જરૂર છે. ગાઈડલાઈન પ્રમાણે સુરક્ષાના સાધનો વગર કોવિડ દર્દીઓની સારવાર કરવી જોખમી છે ત્યારે તેમને એ પ્રકારે સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.