20 મિનિટમાં બ્લડ સેમ્પલથી કોરોનાની તપાસ થશે, ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ નવા પ્રકારનો બ્લડ ટેસ્ટ વિકસિત કર્યો, દાવો- સંક્રમણનું જોખમ ધરાવતા દેશો માટે મદદરૂપ થશે

0
284
  • મેલબર્નની મોનાશ યુનિવર્સિટીએ કોરોના દર્દીઓ માટે ખાસ પ્રકારનો બ્લડ ટેસ્ટ વિકસિત કર્યો છે
  • સંશોધકોનો દાવો, આ તપાસ દુનિયાભરમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવામાં મદદ કરશે

હવે બ્લડ ટેસ્ટ દ્વારા પણ 20 મિનિટમાં કોરોનાની પુષ્ટિ કરી શકાશે. ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એક નવા પ્રકારનો બ્લડ ટેસ્ટ વિકસિત કર્યો છે, જે જણાવશે કે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થયું છે કે નહીં. ટેસ્ટ વિકસિત કરનારી મેલબોર્નની મોનાશ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ તપાસ દુનિયાભરમાં કોરોનાના સંક્રમણને અટકાવવામાં મદદ કરશે. 

આ રીતે ટેસ્ટ થશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની તપાસ માટે મનુષ્યના બ્લડ સેમ્પલમાંથી 25 માઈક્રોલીટર પ્લાઝ્મા લેવામાં આવશે. દર્દી પોઝિટિવ હશે તો સેમ્પલમાં રેડ બ્લડ સેલ ક્લસ્ટરમાં દેખાશે. જેને આંખોથી પણ જોઈ શકાય છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, 20 મિનિટની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રીડિંગને જણાવી શકે છે.  

એક કલાકમાં 200 બ્લડ સેમ્પલની તપાસ કરી શકાશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં કોરોનાની તપાસ સ્વેબ અથવા પીસીઆર ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ નવા બ્લડ ટેસ્ટની મદદથી એક કલાકમાં 200 બ્લડ સેમ્પલની તપાસ કરી શકાશે. ઘણી હોસ્પિટલમાં પણ હાઈ ડાયગ્નોસ્ટિક મશીન ઉપલબ્ધ હોય છે, તેના દ્વારા એક કલાકમાં 700 બ્લડ સેમ્પલની તપાસ કરી શકાય છે. એટલે કે એક દિવસમાં 16800 તપાસ શક્ય છે. 

હાઈ રિસ્કવાળા દેશો માટે તપાસ મદદરૂપ સાબિત થઈ શકે છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ તપાસ ખાસ કરીને હાઈ રિસ્કવાળા દેશો માટે મદદરૂપ સાબિત થશે. અહીં વધારેમાં વધારે લોકોની તપાસ કરી શકાશે. વધારે તપાસ થવા પર જલ્દીથી કેસ સામે આવી શકશે. નવા ટેસ્ટ માટે પેટન્ટ ફાઈલ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવશે.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here