કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતા શહેરમાં 595 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

0
350
  • વરાછા ઝોનમાં સૌથી વધુ 170 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
  • કતારગામ અને ઉધના ઝોનમાં 100થી વધુ માઈક્રો કન્ટેઈનમેન્ટ

સુરત. શહેર જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા કન્ટેઈન્ટમેન્ટ ઝોનને છુટા કરી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. શહેરમાં હાલ 595 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

લોકો ઘરની બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી
300 જેટલા ક્લસ્ટર જાહેર કરી પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ક્લસ્ટર વિસ્તારના લોકો બહાર નીકળી અન્ય વિસ્તારોમાં ચેપ ફેલાવતા હોવાથી પાલિકાએ ક્લસ્ટર નાના કરીને શહેરને 595 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વિભાજીત કર્યું છે. આ 595 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો ઘરની બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

વિસ્તાર બંધ કરવા બેરિકેટીંગની કામગીરી શરૂ કરવામાં આવશે
પાલિકાએ કોરોનાના કેસ ઘરાવતા વિસ્તારમાં લોકોની અવર જવર અટકાવવા કડક પગલા લેવાની શરૂઆત કરી છે. દરેક ઝોનમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર તૈયાર કરી તેને બંધ કરવા બેરિકેટીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 18, અઠવા ઝોનમાં 12, ઉધના ઝોનમાં 108, લિંબાયત ઝોનમાં 86, કતારગામ ઝોનમાં 141, વરાછા-એ ઝોનમાં 170 અને વરાછા-બી ઝોનમાં 46 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.

કન્ટેઈનમેન્ટ સોસાયટીના લોકો માટે અતિઆવશ્યક સાવચેતી માટે પગલાં

  • વિવિધ વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં જે તે સોસાયટીની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દરેક ઝોનમાંથી વ્યવસ્થા કરવાની રહેશે.
  • શહેરમાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના રોજગાર અર્થે પરત આવી રહ્યા છે. ત્યારે તમામ ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગના માલિકોએ પોતાના શ્રમિકોના સ્વ ખર્ચે રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરાવવાનો રહેશે. તમામ શ્રમિકોના એન્ટીજેન ટેસ્ટ કરાવ્યા બાદ ફરજીયાત 7 દિવસ હોમ કોરોન્ટાઈન કરવાના રહેશે.
  • હોટલ- રેસ્ટોરન્ટ- માર્કેટ- કારખાનાઓ મોલ વગેરેમાં કોરોનાની એસઓપી અને પાલન બાબતે સઘન ચેકીંગ કરાવવું.
  • શહેરના વિવિધ નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી સઘન બનવવી તથા તેનું યોગ્ય મોનીટરીંગ કરાવવું.
  • તમામ સરકારી ઓફિસોમાં કોવિડ–19 ની એસઓપીનું પાલન ફરજીયાત કરાવવાનું રહેશે.
  • તમામ ઓફિસમાં ફરજીયાત થર્મલ ગન રાખવી, માસ્ક પહેરવા, સામાજિક અંતર તથા સેનીટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
  • હોમ આઈસોલેશનમાં રખાયેલા દર્દીની ઘરની બહાર સ્ટીકર લગાવવા જેથી અન્ય લોકોને જાણકારી મળે તેથી તે સાવચેતી રાખી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here