ઉતરાયણ પર્વ પર રાજકોટ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડ્યાનું જાહેરનામું
સંક્રાત પર પતંગ લુટી તો લુટશો તો ગયા સમજો !!
ન્યુઝ અપડેટ્સ,રાજકોટ
કોરોનાને લીધે સામાજિક અંતરના નિયમના પાલન માટે અને મોટી સંખ્યામાં લોકો એકઠા ના થાય એ માટે સરકાર દ્વારા બહાર પડાયેલી ગાઈડલાઈન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘ધાબા પર ૫૦ લોકોથી વધારે ભેગા નહી શકે’ વારા નિવેદનથી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. જેથી સરકારએ લોકો દ્વારા થયેલી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. અને હાસ્ય રસિકોએ એ બાબતે જોક્સ અને રમુજ પણ કરી હતી.

ત્યારે આ વર્ષે રાજકોટ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ત્રાસજન્ય રીતે લાઉડ સ્પીકર વગાડવા પર, પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખવા પર,ચાઇનીઝ લોન્ચર,ચાઇનીઝ તુક્કલ સહિત અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રાજકોટમાં જો પતંગ લુટશો તો ગયા સમજો…
સંક્રાત પર રાજકોટના રાજમાર્ગો એટલે કે જાહેર માર્ગો પર હાથમાં લાંબા ઝંડા,વાંસની પટ્ટીઓ,ધાતુના તારના લંગર વગેરે લઇ કપાયેલા પતંગ તથા દોરા મેળવવા એટલે કે ‘લુંટવા’ જો તમે દેખાશો તો ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશો ! અને જી.પી.એક્ટ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ ૯/૧૨/૨૦૨૦ થી ૨૫/૧/૨૦૨૦ સુધી લાગુ રહેશે.