- કરાઇ પોલીસ એકેડમીમાં કોરોનાની અસર પોલીસ ટ્રેનિંગ પર પણ દેખાઈ છે
- હાલ 500 જવાનોને ઓનલાઇન ટ્રેનિંગ અપાય છે
ગાંધીનગર. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જરૂરી છે. જેના કારણે ઓફિસ કચેરીમાં કામ કરતા કર્મચારીઓને પ્રોટોકોલનું પાલન કરવું પડે છે તેવા સમયમાં ગુજરાત પોલીસમાં આગામી સમયમાં જોડાનાર પોલીસ જવાનોને પણ તેનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કારણે કરાઇ પોલીસ એકેડમીમાં જવાનોની ડિજિટલ ટ્રેનિંગ થઈ ગઈ છે.
કોરોનાએ હાલ જવાનોની ફિઝિકલ ટ્રેનિંગ અટકાવી દીધી
કરાઈ પોલીસ એકેડમીમાં અનેક પોલીસ જવાનો પોતાનો શારીરિક અને કાયદાકીય ટ્રેનિંગ મેળવીને રાજ્ય પોલીસદળમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ 500 LRD જવાનોને ટ્રેનિંગ માટે કરાઈ એકેડમીમાં લાવવામાં આવ્યા છે. પરંતુ કોરોનાનું ગ્રહણ લાગતા તેમની ટ્રેનિંગને પણ અસર થઈ છે. તમામ જવાનોને ફિઝિકલ ટ્રેનિંગ માટે લાવવામાં આવ્યા હતા. આ જવાનો પોતાની ટ્રેનિંગ પુરી કરીને ફિલ્ડમાં આવવાના છે પણ કોરોનાએ તેમની ફિઝિકલ ટ્રેનિંગ અટકાવી દીધી છે. આ અંગે કરાઇ પોલીસ એકેડમીના ઈન્ચાર્જ આઈ.જી.પી મયંક ચાવડાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ ફિઝઈકલ ટ્રેનિંગ બંધ છે, પણ થોડા સમયમાં મંજૂરી મળ્યા બાદ તે શરૂ થઈ શકે છે. પણ હાલ ગૂગલ મિટ પર તેમને ડીજીટલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં કાયદાકીય જ્ઞાન અને પોલીસ મેન્યુલ નક્કી કરેલા એક્સપર્ટ પાસે આપવામાં આવી રહી છે.