સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી’ ‘પહલી રાખી દેશપ્રેમ કે નામ’ ‘કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 18544 ગામની મહીલાઓ દ્વારા ભારત દેશની સરહદ પર રાતદિવસ માભોમ કાજે સતત ખડેપગે ચોકી કરતા અને આપણી તથા આપણા પરીવાર તથા દેશની રક્ષા કરતા જવાનો સૈનિકોને પ્રોત્સાહન પત્ર લખીને સાથે રક્ષાકવચ તરીકે રાખડી મોકલવામાં આવી હતી. જેમાં ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા , પુત્ર જ્યોતિઆદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા તેમજ ગોંડલ નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી અને પાલિકા સદસ્ય મુકતાબેન કોટડીયા એ 1111 રાખડી ને કંકુ ચાંદલો ચોખા કરી અને આશાપુરા માં પાસે સૌ સૈનિકોની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના ગોંડલ નગર સંયોજક કલ્પેશભાઈ ખાખરીયા ને સોંપી હતી