ગોંડલના ગુંદાળા રોડ પર યુવાને કારખાનામાં સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાધો

0
63408

સ્યુસાઇડ નોટમાં યુવાને પોતાના જાણીતા ને રૂપિયા 6 લાખની પોતાના નામે લોન લઇ આપી હતી જાણીતા એ દગો દેતા યુવાન માનસિક તણાવ અનુભવતો હતો

ગોંડલના ગુંદાળા રોડ ઉપર અનિલ ચેમ્બર્સ માં આવેલ કારખાનામાં યુવાને ચાર શખ્સોના માનસિક ત્રાસથી ગળાફાંસો ખાઇ લેતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી

ગોંડલ શહેરના ઉમવાડા રોડ પર ફિલ્ટર પ્લાન્ટ ની પાસે મારુતિ નગરમાં રહેતા શૈલેષ વલ્લભભાઈ પીપળવા એ ગુંદાળા રોડ પર અનિલ ચેમ્બર ના કારખાનામાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી પીએસઆઇ બીએલ ઝાલા સહિતનાઓએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી

મૃતક યુવાનના પિતા વલ્લભભાઈ પીપળવા એ શૈલેષને સતત કરણ કિશોરભાઈ રાઠોડ તેનો ભાઈ ગુંજર તેની માતા મનિષાબેન તેમજ નાગડકા રોડ પર રહેતો પદુભા જાડેજા નામના શખ્સો માનસિક ત્રાસ આપતા હતા આ 4 વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 306 506 તથા 114 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ માં મૃતક ના પિતા વલ્લભભાઈ પીપળવા એ જણાવ્યું હતું કે શૈલેષ ના મકાન માં આરોપીઓ ભાડેથી રહેતા હતા તેથી શૈલેષ ના સંપર્ક માં હતા અને આરોપીઓ કરણ, ગુંજન તેમજ તેની માતા મનિષાબેન એ iifl finance તથા hdb finance માંથી રૂપિયા 6 લાખની લોન શૈલેષ ના નામની લીધી હતી પરંતુ આરોપીઓ લોન કે લોનના હપ્તા ભરતા ન હતા અને શૈલેષ માનસિક તણાવ અનુભવતો હતો

શૈલેષે આરોપી ને લોનના હપ્તા ભરવા નું કહેતા આરોપીઓ અને તેના પાડોશમાં રહેતા પદુભા સહિતનાઓ એ માર મારવાની ધમકી આપી હતી અને મનીષાબેને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા શૈલેષે ગળાફાંસો ખાઇ લીધો હતો

પોલીસને શૈલેષ ના ખીચા માંથી સુસાઇડ નોટ મળી આવી હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here