ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણી યોજવા મુદ્દે બે જૂથ વચ્ચે ભાગલાં પડ્યા

0
325
  • પ્રગતિ પેનલ ઇલેક્શન યોજવાના સમર્થનમાં
  • ચૂંટણી યોજવા અંગે ચૂંટણી અધિકારી, એપેક્સ કમિટીનો નિર્ણય અંતિમ રહેશે: ચેમ્બર પ્રમુખ

અમદાવાદ. ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણી યોજવા અંગે બે જૂથ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. એક જૂથ ઇલેક્શન કરાવવા અને બીજુ જૂથ ઇલેક્શન નહીં કરાવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. જોકે આ મામલે ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું હતું કે, ચૂંટણી યોજવા અંગે ચૂંટણી અધિકારી તેમ જ એપેક્સ કમિટીનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે.

જીસીસીઆઇના ઇલેક્શનને લઇને બે જૂથ બની ગયા છે. બન્ને જૂથ પોતાની તાકાત બતાવીને આ વખતે સત્તા બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે નવી બનેલી પ્રગતિ પેનલ કોરોના મહામારી વચ્ચે ગમે તેમ કરીને ઇલેક્શન કરાવવા માંગે છે. જ્યારે તેમની સામે અલગ અલગ હોદ્દાઓના ઉમેદવારો ઇલેક્શન ના થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે દોઢ મહિના પહેલા ચેમ્બરના ચૂંટણી અધિકારી પી.કે. લહેરી ઉંમરના કારણે એપેક્ષ કમિટીને પોતાની જગ્યાએ અન્યની નિમણૂક કરવા રજૂઆત કરી હતી. જ્યારે એપેક્સ કમિટીએ તેમને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યા સુધી ચાલુ રાખવા જણાવ્યું છે.  સૂત્રોના મતે પૂર્વ પ્રમુખના કહ્યા મુજબ નહીં વર્તવા બદલ સતત દબાણના કારણે ચૂંટણી અધિકારીએ હોદો છોડવાની ફરજ પડાઈ રહી છે. જોકે આ મુ્દે પ્રમુખ સહિત હોદેદારોનું મૌન છે.  

એપેક્સ કમિટી સંચાલન  સંભાળે તેવી માગણી જીસીસીઆઈની ચૂંટણી 11 જુલાઇ નક્કી કરાઈ હતી. જોકે કોરોનાના કારણે તે મુલતવી રહી હતી.ત્યારે ઉપપ્રમુુખ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ એપેક્ષ કમિટીને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે ચૂંટણી યોજવી કે નહીં તે નિર્ણય એપેક્સ કમિટી લઇ શકતી નથી. આવા સંજોગોમાં એપેક્ષ કમિટી ચેમ્બરનું સંચાલન સંભાળવું જોઇએ.