આજે 5 વોર્ડમાં પાણીકાપઃ વોર્ડ નં.8,10,11,12 અને 13ના પુનિતનગર હેઠળના વિસ્તારમાં આજે પાણી નહીં મળે

0
341

વાલ્વ બદલવા અને ટાંકાની સફાઇ માટે 5 વોર્ડમાં પાણીકાપ મુકાયો

રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક વખત પાણીના ટાંકાની સફાઇ અને વાલ્વ બદલવા માટે પાંચ વોર્ડમાં આજે પાણીકાપ રહેશે. જેના ભાગરૂપે અંદાજે ચાર લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. આજે વોર્ડ નં.8,10,11,12 અને 13ના પાર્ટ વિસ્તારો કે જ્યાં પુનિતનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાયું છે.

પુનિતનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ
મનપાએ આજે વોર્ડ નં.8 ગિરીરાજ હોસ્પિટલ આસપાસના વિસ્તાર, સૂર્યોદય સોસાયટી, અમીનમાર્ગ પર આવતા વિસ્તાર, વોર્ડ નં.11ના અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્ક, મવડી ગામ, શાસ્ત્રીનગર, વોર્ડ નં.13ના ખોડિયારપરા, ડો.આંબેડકરનગર, વોર્ડ નં.10ના સ્વાતિ સોસાયટી,પવન પાર્ક, સત્ય સાંઇ હોસ્પિટલ રોડ પરની સોસાયટીમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે.  વોર્ડ નં.8,10,11,12 અને 13ના વિસ્તારો કે જ્યાં પુનિતનગર પમ્પિંગ સ્ટેશન હેઠળ વિતરણ થતી સોસાયટીમા પાણી વિતરણ બંધ રહેશે. મનપાએ પુનિતનગર પાણીના ટાંકાની સફાઇ કામગીરી તેમજ મુખ્ય લાઇનનો વાલ્વ બદલવાનો હોવાથી પાણીકાપ રાખવાનું નક્કી કર્યું છે.