રાજકોટ. શહેરના મોરબી રોડ, ઉત્સવ સોસાયટી-2માં રહેતા રાજેશ બાલુભાઇ જેસાણિયા નામના યુવાને અશોક, પ્રકાશ, કલ્પેશ અને પરેશ નામના શખ્સો સામે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યુવાનની પત્ની સાથે પેડક રોડ પર રહેતા જયસુખ નામના શખ્સને આડા સંબંધ હોવાની જાણ થતા રવિવારે સાંજે જયસુખને સમજાવવા માટે તેના ઘરે પેડક રોડ પર ગયો હતો. જયસુખ સાથે સમજાવવાની વાત કરતા હતા. આ સમયે જયસુખનો ભત્રીજો અશોક અને તેની સાથે અન્ય ત્રણ શખ્સ પણ ત્યાં હાજર હતા. ત્યારે અશોક ઉશ્કેરાય જઇ તું મારા કાકાને કેમ હેરાન કરે છે તેમ કહી લાકડી, ચેઇનથી બેફામ માર માર્યો હતો.