સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ વડોદરાનો પરિવાર થયો લાપતા

0
1285

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલો વડોદરાના એક પરીવારના સભ્યો લાપતા થયા છે.

વડોદરાના રહેવાસી એવા કલ્પેશભાઈ પરમાર સહિત પરીવારના લોકો રવિવારે પોતાની કારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા. તેઓ કેવડિયા કોલોનીથી પરત ઘરે ફરવા નીકળ્યા હતા પરંતુ આજ સુધી આ પરિવાર ઘરે પહોંચ્યું નથી. આ ઘટના બાદ તેમના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે નર્મદા પોલીસ તપાસ કરી રહી છે.

કલ્પેશભાઈએ પોતાના ફેસબુક પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ફોટો પણ અપલોડ કર્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ CCTV ચેક કરતાં જાણવા મળ્યું કે કલ્પેશભાઈની કાર સાંજના સમયએ ત્યાંથી નીકળી પણ છે. આ ઘટના બાદ તેમના ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા છે. ત્યારે પોલીસ હાલ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પરીવાર સાથે થયું છે શું.?