ભાજપના નવા પ્રમુખના આવકાર સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી શૈલીમાં કટાક્ષ કર્યા
ગાંધીનગર. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પદગ્રહણ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલે પોતાના ભાષણમાં નવા પ્રમુખ સી. આર. પાટીલને સી. આર. ભાઈ તરીકે સંબોધન કર્યું હતું, તેમણે કપડાં બાબતે બંને વચ્ચેની સામ્યતા અંગે કહ્યું હતું કે, અમે બંને વ્હાઈટ કપડાં પહેરીએ છીએ. જ્યારે ઊંચાઈમાં પણ અમે બંને સરખા છીએ.
હળવી શૈલીમાં નીતિન પટેલે સ્વાગત કર્યું
નીતિન પટેલે નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પદગ્રહણ સમયે જણાવ્યું હતું કે, મારા અને સી. આર.માં એક સામ્યતા છે કે અમે બંને વ્હાઇટ કપડાં જ પહેરીએ છીએ, હું જ્યારથી એમને ઓળખું છું ત્યારથી એ પણ સફેદ કપડાંમાં જ જોવા મળ્યા છે. એટલું જ નહીં અમે બંને સફેદ શર્ટ પણ હાફ બાયનું જ પહેરીએ છેએ, અમે બંને ઊંચાઈમાં પણ સરખા છીએ, જીતુભાઇમાં હાઈટનો થોડો પ્રોબ્લેમ થતો હતો પણ જીતુભાઇ મને આગળ જ રાખતા હતા, હું અને સી. આર. બંને બધી રીતે સરખા છીએ.