દસ કરોડની માંગણી સાથે અંજારની યુવતીનું અપહરણ થયું અને કલાકોમાં ઘરે પહોંચી, જાણો ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરીનો એક કિસ્સો

0
14382

કચ્છનાં અંજારની એક યુવતીના અપહરણ કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીને આબાદ છોડાવી લીધી હતી. કોમ્પ્યુટર ક્લાસમાં ગયેલી યુવતીનું કેટલાક લોકોએ શુક્રવારે સાંજે કિડનેપિંગ કર્યું હતું. અપહરણ બાદ યુવતીનાં પિતા પાસે અપહરણકર્તાઓએ દસ કરોડની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પારખીને ત્વરિત એક્શન લીધું હતું. જેને લીધે એક મોટી ઘટનાને અંજામ અપાય તે પહેલા જ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. અલબત્ત અપહરણ કોણે અને કેવી રીતે કર્યું હતું તે વિગતો બહાર આવી નથી.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે અંજારના એક ઠક્કર પરિવારની યુવતી કોમ્પ્યુટર કલાસ ગઈ હતી ત્યારે કેટલાક લોકો તેને ઉઠાવી ગયા હતા. ત્યારબાદ ફોન કરીને યુવતીના પિતા પાસે દસ કરોડની માંગણી કરવામાં આવી હતી. મામલો પોલીસ સુધી પહોંચતા બોર્ડર રેન્જનાં આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છનાં એસપી મયુર પાટીલે જુદી જુદી ટીમ બનાવીને અપહરણકારોને ઝડપી લેવા માટે એક્શન પ્લાન બનાવીને નાકાબંદી કરી દીધી હતી. ત્યારબાદ મોબાઈલ સર્વેલન્સ સહિતનું ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કરી દીધું હતું. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ઉપરાંત એલસીબી અને અંજાર પોલીસની ટીમ બનાવીને આરોપીઓને પોલીસે ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસે નક્કી કરેલા આયોજન મુજબ, યુવતીના પિતા અંજારથી ભુજ આવવા નીકળ્યા હતા. પરંતુ તે દરમિયાન આરોપીઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેઓ ઘેરાઈ ગયા છે. આથી યુવતીને તેઓ ભુજનાં હિલ ગાર્ડન પાસે બાંધેલી હાલતમાં ફેંકી ગયા હતા. અને પોલીસે તેને કબજામાં લઈને તેના પિતાને સોંપી દીધી હતી.

અમારે રૂપિયા જોઈતા નથી પણ પોલીસને જાણ ન કરતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંજાર પોલીસનાં ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા, એલસીબીનાં પીઆઇ એસ.એસ.દેસાઈ તથા સબ ઇન્સ્પેક્ટર બી.જે. જોશી સહિતનાં પોલીસ ઓફિસર્સની ટીમનાં સમયબદ્ધ તાલમેલને કારણે આરોપીઓ ગભરાઈ ગયા હતા. એટલે પોલીસનાં પ્લાન મુજબ રૂપિયા લઈને નીકળેલા યુવતીના પિતાએ આરોપીઓએ કરીને રોકાઈ જવાનું કહ્યું હતું. અને આખી રાત કારમાં યુવતીને બાંધીને ફેરવ્યા પછી તેને ભુજમાં છોડી ભાગી ગયા હતા.

Souce: પ્રશાંત દયાળ-Mera News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here