ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર આજ રોજ શાહી નદી પર થી એક વિકલાંગ અપંગ બહેન ને ડિલિવરી નો દુખાવો થતા ચાર લોકો અે ખાટલા ઉપર બેસાડી ને શાહી નદી પાર કરાવી હતી.

0
201

ખજુદ્રા ની શાહી નદી ઘણા સમયથી સોશ્યલ મીડિયા ની અંદર ધૂમ મસાવી રહી છે. ત્યારે સરકારી તંત્ર અને રાજકીય નેતાઓ વહીવટદારો વર્ષો થી ખજુદ્રા ગામ ના લોકો ને ઊલુ રમાડી રહ્યા છે. આજ રોજ તંત્ર ને સરમાવે તેવી અનેક પ્રકારના પ્રશ્નો સોશ્યલ મીડિયા ની અંદર રોજે રોજ ફરતા થઈ રહ્યા છે. આમ જનતા લોકો ને જીવન જરૂરિયાત મુજબ લોકો ને પડતી અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય રહી છે ત્યારે પ્રજા ને પડતી મુશ્કેલીઓ વચ્ચે લોકો ના વિકાસ ના કાર્યો ના પ્રશ્ન ની જવાબ દારી કોની..?

પાંચ વર્ષ થી સતત ખજુદ્રા ગામ ના સ્થાનિક લોકો સરકાર તથા રાજકીય નેતાઓ ને લેખિત રૂબરૂ રજૂઆત કરી રહ્યા છે. અને સતત સોશ્યલ મીડિયા ની અંદર અનેક પ્રકારના પ્રશ્નો જાહેર થય રહ્યા છે ત્યારે આજ રોજ શાહી નદી પર થી એક વિકલાંગ અપંગ મહિલા સોલંકી મંજુ બેન માંડણ ભાઈ ને ડિલિવરી થતા તેવોને હોસ્પિટલ સુધી લઈ જવા માટે ચાર લોકો અે ખાટલા ઉપર બેસાડી ને શાહી નદી પાર કરાવી હતી. નદી ના સામા કાંઠે રહેતા અનેક લોકો રહે છે ત્યારે સોમાશાની ઋતુ માં શાહી નદી પર ભયંકર પુર પાણી આવે છે. જેના કારણે સ્થાનિક લોકો અવર જવર કરી સકતા નથી. ખજુદ્રા ગામ ના લોકો આજ રોજ વિકાસ ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાત ની મોટી મોટી વાતો જાહેરાત કરી રહી છે. ત્યારે ખજુદ્રા ગામ ના લોકો ઉપર અન્યાય સા માટે એવા પ્રશ્ન લોકો મા થય રહ્યા છે. ચુંટણી સમયે નેતાઓ ખજુદ્રા ગામ ના લોકો ને વિકાસ ની મોટી મોટી વાતો કરી ને જતા રહે છે અને ચુંટણી પૂરી થઈ ગયા પછી પાંચ વર્ષ સુધી દેખાતા નથી તેવા પ્રશ્નો લોકો મા થય રહ્યા છે. સરકાર વહેલી તકે જાગે અને ખજુદ્રા ગામ ના લોકો ના પ્રશ્નો ના જવાબ આપે એવી ગામ લોકો ની અપેક્ષા છે.

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here