જામનગરના ડોકટર અને તેમના પત્ની કોરોનાગ્રસ્ત થતા દાખલ

0
430

રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગરની મેડિકલ કોલેજમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમના પત્નીને કોરોના લાગુ પડતા તે હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં નિવૃત્ત પ્રોફેસર ડો. રમેશભાઈ જાની અને તેમના પત્ની નિલાબેન જાનીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

દસેક દિવસ અગાઉ પણ ડો. જાની કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દી બન્યા હતાં જ્યાંથી તેમને રજા આપ્યા પછી હોમ કોરેન્ટાઈન હતાં. જ્યાં ફરીથી તેઓ કોરોનાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થયા પછી સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ સાથે જોડાયા હતાં. તેઓ જામનગરની કેતન સોસાયટીમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here