પ્રદેશ પ્રમુખથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચવામાં માત્ર કેશુભાઈ પટેલ અને વિજય રૂપાણી જ સફળ થયા

0
402
 • સામાન્ય રીતે પ્રદેશ પ્રમુખ એટલે મુખ્યમંત્રીના દાવેદાર હોવાનું કહેવાય છે પણ ભાજપમાં વજુભાઇ, શંકરસિંહ ફાવ્યા નહીં
 • મોદી-શાહના નજીક હોવાથી રૂપાણી મુખ્યમંત્રી બન્યા હવે સી. આર. પાટીલને પણ 2022માં ચાન્સ મળશે?

ગાંધીનગર. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની સત્તા મુખ્યમંત્રી કક્ષાની આપવામાં આવે છે. ભાજપમાં એવું પણ કહેવાય છે કે, પ્રમુખ બને તેને મુખ્યમંત્રી બનવાનો ચાન્સ વધી જાય છે. પરંતુ ભાજપના સ્થાપનાથી આજ સુધી ભાજપ પ્રમુખથી મુખ્યમંત્રીની ખુરશી સુધી 2 નેતાઓ. કેશુભાઈ પટેલ અને વિજય રૂપાણી જ પહોંચી શક્યા છે.

સી.આર. પાટીલ 2022ના મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાની ચર્ચા શરૂ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આ૨.પાટીલની નિયુક્તિ બાદ 2022ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમાં પણ નવા પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હોવાથી ભવિષ્યમાં તેમનું રાજકીય કદ ક્યાં સુધી વધશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, સામાન્ય રીતે રાજકીય પક્ષમાં પ્રદેશ પ્રમુખએ ભવિષ્યના મુખ્યમંત્રીપદના દાવેદા૨ પણ ગણાતા હોય છે.

સૌરાષ્ટ્રથી બે ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બન્યા
ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યા૨બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો.

શંકરસિંહે ધીરજ ગુમાવી બળવો કરેલો
ભૂતકાળમાં ભાજપના દિગ્ગજ નેતા શંક૨સિંહ વાઘેલા કે જેઓ 1986થી 91 સુધી પ્રદેશ પ્રમુખ તરીકે હતા. તેઓ મુખ્યમંત્રી પદના દાવેદા૨ ગણાતા હતા પરંતું શંક૨સિંહે ધી૨જ ગુમાવીને બળવો ર્ક્યો હતો અને ભાજપમાં ભંગાણ પડાવી કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બની શક્યા પરંતુ લાંબું ટકી શક્યા નહી.

કાશીરામ, વજુભાઈ અને રૂપાલા પણ મુખ્યમંત્રી પદના દાવેદાર રહ્યા
એક તબક્કે સ્વ.કાશીરામ રાણા ઉપરાંત વજુભાઈ વાળા તથા પુરૂષોતમ રૂપાલા એક સમયે મુખ્યમંત્રી પદના દાવેદા૨ ગણાતા હતા પરંતુ બની શક્યા નહીં,. વજુભાઈ વાળા કે જેઓ કેશુભાઈ સ૨કા૨ અને નરેન્દ્ર મોદી સ૨કા૨માં નંબ૨-2 તરીકે સ્થાન ધરાવતા હતા. તેઓ બે-બે વખત પ્રદેશ પ્રમુખ બન્યા તેમ છતાં એક પણ વખત મુખ્યમંત્રી બની શક્યા નહી. જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડીને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો તે સમયે પણ વજુભાઈ વાળાના બદલે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને પસંદ ર્ક્યા હતા

સી. આર. પાટીલનું રાજકીય કદ કેટલું વધે તેના પર નજર
વિજય રૂપાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યા બાદ પ્રદેશ મહામંત્રી તરીકે પણ કામગીરી કરી હતી. જેનાથી અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો વિશ્વાસ જીતી લેતા તેઓ પણ મુખ્યમંત્રી બની ચુક્યા છે. હવે જે  રીતે વિજય રૂપાણીની જેમ જ સી.આ૨.પાટીલ પણ ભાજપના બે દિગ્ગજ નેતાઓની પસંદ છે. તે સમયે તેમનું રાજકીય કદ કેટલું વધશે તેના પ૨ સૌની નજ૨ છે.

1980થી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ

 • કેશુભાઈ પટેલ
 • મકરંદ દેસાઈ
 • એ. કે. પટેલ
 • શંકરસિંહ વાઘેલા
 • કાશીરામ રાણા
 • વજુભાઇ વાળા
 • રાજેન્દ્રસિંહ રાણા
 • વજુભાઈ વાળા
 • પરસોત્તમ રૂપાલા
 • આર. સી. ફળદુ
 • વિજય રૂપાણી
 • જીતુ વાઘણી
 • સી. આર. પાટીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here