રાજકોટમાં 33 કેસ-5ના મોત, ગોંડલમાં 2 અને અમરેલીમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા

0
396

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં 33 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 5 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ ગોંડલમાં કોરોનાના 2 કેસ અને અમરેલીમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 

રાજકોટમાં 33 કેસ પોઝિટિવ, 5નાં મોત
રાજકોટમાં આજે વધુ 33 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.પરસાણા નગરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનું, ચુનારાવડ ચોક પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધનું, કેશોદમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા અને 60 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે બજરંગવાળી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ગોંડલમાં 2 કેસ પોઝિટિવ નોંધાયો 
ગોંડલ તાલુકામાં આજે વધુ 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ગોંડલના શિવરાજગઢમાં રહેતા 35 વર્ષીય શક્તિસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા અને ગોંડલમાં રહેતા ઠાકુરદાસ ગુલાબદાસ વસાણી (ઉં.વ.56) પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં 7 કેસ પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે.  જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 243 પર પહોંચી છે. 138 કેસ ડિસ્ચાર્જ, 16ના મોત અને 59 કેસ એક્ટિવ છે.

રાજકોટ મનપાએ માસ્ક ન પહેરનાર 515 લોકોને દંડ ફટકાર્યો
રાજકોટ મનપાએ માસ્ક ન પહેરનાર 515 જેટલા લોકો પાસેથી 1 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે. મનપા દ્વારા રાજકોટના તમામ 18 વોર્ડમાં ટીમો ઉતારવામાં આવી છે અને માસ્ક ન પહેરનાર લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.