પોલીસની અરજી-ગણતંત્ર દિવસ સમારોહમાં ખલેલ પડી શકે છે: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

0
235

સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં ખેડૂતોને એન્ટ્રી મળે કે નહીં, આ પોલીસ નક્કી કરશે. ખેડૂતોનું કહેવું છે કે તે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર માર્ચ કાઢશે. તસવીર સિંધુ બોર્ડરની છે.

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે જીદે ચડ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી પોલીસે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કોર્ટ આજે સુનાવણી કરશે.

આ પહેલા સોમવારે કોર્ટે કહ્યું હતું કે, સરકાર શા માટે ઈચ્છે છે કે ટ્રેક્ટર રેલીને આપણે અટકાવીએ, સરકાર પોતે નિર્ણય લે. કોર્ટે વધુમાં કહ્યું કે, ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવે કે નહીં, આ પોલીસ જ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે.

ખેડૂત નેતાઓએ કહ્યું- માર્ચ શાંતિપૂર્ણ થશે
ખેડૂત નેતાઓની દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની પોલીસ સાથે આજે સતત બીજા દિવસે મીટિંગ ચાલી રહી છે. આ પહેલા મંગળવારની મીટિંગમાં પોલીસે ખેડૂત નેતાઓની મીટિંગ ચાલી રહી છે. આ પહેલા મંગળવારની મીટિંગમાં પોલીસે ખેડૂત નેતાઓને ટ્રેક્ટર માર્ચ ન કાઢવાની અપીલ કરી હતી. બેઠક પછી ક્રાંતિકારી ખેડૂત સંઘના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે, ટ્રેક્ટર માર્ચ તો કાઢીશું, પણ પોલીસને વિશ્વાસ આપ્યો છે કે પ્રદર્શન શાંતિપૂર્ણ થશે.

ક્રાંતિકારી ખેડૂત સંઘના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે, ટ્રેક્ટર માર્ચ તો કાઢીશું, પણ પોલીસને વિશ્વાસ આપ્યો છે કે પ્રદર્શન શાંતિપૂર્ણ થશે.

ક્રાંતિકારી ખેડૂત સંઘના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે, ટ્રેક્ટર માર્ચ તો કાઢીશું, પણ પોલીસને વિશ્વાસ આપ્યો છે કે પ્રદર્શન શાંતિપૂર્ણ થશે.

દિલ્હી પોલીસનું શું તર્ક છે?

  • કોઈપણ રેલી અથવા એવો વિરોધ જેમાં ગણતંત્ર દિવસ સમારોહમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ થાય છે એ દેશને શરમમાં મૂકનારો હશે.
  • આનાથી દુનિયાભરમાં દેશની બદનામી થશે. કાયદો-વ્યવસ્થા ખરાબ થવાની સ્થિતિ બની શકે છે.
  • અલગ અલગ રિપોર્ટ્સનો હવાલો આપીને કહેવાયું છે કે ઘણા ખેડૂત ગણતંત્ર દિવસની પરેડમાં ખલેલ પહોંચાડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.

ખેડૂત નેતાઓનું શું કહેવું છે?

  • ખેડૂત નેતાઓનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દિલ્હીના આઉટર રિંગ રોડ પર તિરંગા સાથે કાઢવામાં આવશે.
  • ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ અડચણ નહીં ઊભી કરાય.