નિઝરના વેલદામાં સારવારના અભાવે મહિલાનું મોત થતાં ગ્રામજનોની દવાખાનામાં તોડફોડ, PSI સહિત બે ઈજાગ્રસ્ત

0
309
  • રાત્રિ દરમિયાન ઘરનો દરવાજો ખખડાવવા છતાં તબીબે સારવાર ન આપી
  • દવાખાનામાં તોડફોડ કરનારા લોકોની પોલીસ સાથે પણ ચકમક થઈ હતી

તાપી. નિઝર તાલુકાના વેલદા ગામે મહિલાને રાત્રિ દરમિયાન સારવાર ન અપાતા થયેલા મોતના મુદ્દે હોબાળો મચી ગયો હતો.લોકોએ તબીબના દવાખાનામાં તોડફોડ કરી હતી. ફર્નિચરમાં જાહેરમાં હોળી કરવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે, ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ ચકમક થઈ હતી.PSI સહિત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયાં હતાં. જેથી તાપી જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વણસતી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.PSI ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ડોક્ટરે રાત્રે સારવાર ન કરતાં મહિલાનું મોત
તાપી જિલ્લાના નિઝરના વેલદા ગામે રાત્રિ દરમ્યાન ખાનગી તબીબ દ્વારા સ્થાનિક મહિલાની સારવાર ન કરાતા મહિલાનું મોત થયું હતું. રાત્રે દર્દી મહિલાના સ્વજનોએ તબીબના ઘરના દરવાજા  વારંવાર ખાખડાવતા છતાં તબીબે સારવાર ન કરતા મહિલાનું મોત થયું હતું.ગામમાં પરિસ્થિતિ વણસતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ પર હુમલો કરાયો
ગ્રામજનોએ ઉશ્કેરાઈ ખાનગી તબીબ જયેશ એકનાથ પાટીલના દવાખાનાના ફર્નિચરની જાહેરમાં હોળી કરી હતી.ઘટના સ્થળે નિઝર પોલીસ પહોંચી મામલાને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે, પોલીસ સાથે ગ્રામજનોની ચકમક થઈ હતી. ગ્રામજનોએ પોલીસને મારવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પીએસઆઇ લોહ સહિત બે પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. જેથી તાપી જિલ્લા એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here