દિલ્હીમાં દર ચોથી વ્યક્તિ પર કોરોનાનું સંકટ, ‘સીરો’ સર્વે અનુસાર 6 મહિનામાં 23 ટકા લોકો પોઝિટિવ

0
270

દિલ્હીમાં મોટાભાગના કેસ લક્ષણો વિનાના હતા, અત્યારે દિલ્હીમાં 15 હજાર એક્ટિવ કેસ

નવી દિલ્હી. દિલ્હી સરકારે કોરોના મહામારી અંગે સમગ્ર રાજ્યમાં સીરો સર્વે કરાવ્યો છે. સર્વેમાં ઘણી બાબતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર દિલ્હીની દર ચોથી વ્યક્તિ પર કોરોના વાયરસનું સંકટ છે. સર્વેમાં જે સ્ટડી કરવામા આવી છે તે પ્રમાણે દિલ્હીમાં એન્ટીબોડીના કેસ માત્ર 23.48 ટકા છે. મતલબ કે આટલા લોકો કોરનાના પ્રભાવમાં છે. તે સિવાય દિલ્હીમાં જેટલા પણ કેસ સામે આવ્યા તેમાં મોટાભાગના કેસ કોઇ લક્ષણો વિનાના હતા. 

સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં છ મહિના સુધીમાં 23.48 ટકા લોકો કોરોના પોઝિટિવ થયા છે. આ સર્વે 27 જૂનથી 10 જુલાઇ વચ્ચે કરવામા આવ્યો હતો. તેમાં 11 જિલ્લામાંથી નમૂના એકત્ર કરવામા આવ્યા હતા. લોકોના બ્લ્ડ સેમ્પલ એકત્ર કરીને તેમા સિરમનું ટેસ્ટીંગ કરવામા આવ્યું હતું. દરેક ટેસ્ટ ICMR ગાઇડલાઇન્સ અંતર્ગત થયા હતા. તેમાં લગભગ 22 હજાર સેમ્પલની ચકાસણી કરવામા આવી હતી.

છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા અમુક દિવસોથી દૈનિક 1000થી ઓછા કેસ નોંધાયા છે. અત્યારે દિલ્હીમાં 15 હજાર જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 3600ના મોત થયા છે. અત્યારસુધી 1 લાખથી વધુ લોકો દિલ્હીમાં સ્વસ્થ થઇ ચૂક્યા છે. 

શું છે સીરો સર્વે?
આ સર્વે દ્વારા મોટા ગ્રુપમાં લોકોને ઇન્ફેક્શન થયું છે કે નહીં તે ચકાસવામા આવે છે. તેમાં સિરોલોજી ટેસ્ટ દ્વારા લોકોના લોહીમાં રોગની સામે લડવા માટે ઉત્પન્ન થયેલા એન્ટીબોડીનું લેવલ ચકાસવામા આવેછે.  તેના આધારે બીમારીનો ફેલાવો કેટલો થયો છે, તેનો ડેટા તૈયાર કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here