સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શનમાં રિનોવેશનની કામગીરીમાં દીવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત

0
184

અકાળાગીર ગામનો શ્રમિક મજૂરીએ આવતો હતો, પરિવારમાં કલ્પાંત

વેરાવળ: સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આજે દીવાલ ધરાશાયી થતા નરેન્દ્ર જાદવ નામના શ્રમિકનું દટાઇ જતા મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ટ્રસ્ટના સત્તાધિશો દોડી આવ્યા હતા અને પોલીસ જાણ કરાતા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક અકાળા ગીર ગામમાં રહેતો હતો

સાગર દર્શનની જૂની દીવાલ પડતા અકાળા ગીર ગામમાં રહેતો નરેન્દ્ર બાબુભાઇ જાદવ (ઉ.વ.26) દટાઇ જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નરેન્દ્રને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાનું મોત નીપજતા પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here