વડોદરામાં વધુ 75 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 3757, આજે 6 દર્દીના મોત, ભરૂચમાં નવા 16 પોઝિટિવ, કુલ કેસ 681 થયા

0
85

વડોદરા છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 548 સેમ્પલમાંથી 75 પોઝિટિવ અને 473 નેગેટિવ આવ્યા છે

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 75 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ પોઝિટિવ કેસનો કુલ આંક 3757 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 61 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3063 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 629 એક્ટિવ કેસ છે, જે પૈકી 131 ઓક્સિજન ઉપર અને 37 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 461 દર્દીની હાલત સ્થિર છે. આજે 2 મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 65 થયો છે.

વડોદરાના આ વિસ્તારમાં આજે કેસ નોંધાયા
શહેરઃ વાસણા રોડ, છાણી, હરણી, ગોત્રી રોડ, કારેલીબાગ, સમા, સુભાનપુરા, માજલપુર, હાથીખાના, મકરપુરા, કલાલી, માંડવી, અકોટા, તરસાલી, મુજમહુડા, આર.વી.દેસાઇ રોડ, ફતેગંજ, વાઘોડિયા રોડ, તાંદલજા, આજવા રોડ, દંતેશ્વર, દિવાળીપુરા, વારસીયા
ગ્રામ્યઃ ડભોઇ, સિંધરોટ, સાવલી, વાઘોડિયા, ઉંડેરા, નંદેસરી, કોયલી, સોખડા, પાદરા

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન 2 યુવાન સહિત 6 દર્દીના મોત
-ભરૂચના ઝાડેશ્વરના 23 વર્ષીય યુવાનનું મોત
-હરણી વારસીયા રિંગ રોડ વિસ્તારના 83 વર્ષીય વૃદ્ધનું મોત
-માંજલપુર વિસ્તારના 38 વર્ષીય યુવાનનું મોત
-ડભોઇના 72 વર્ષીય વૃદ્ધનું મોત
-અંકલેશ્વરના 48 વર્ષીય વ્યક્તિનું મોત
-દાહોદ સ્ટેશન રોડ વિસ્તારના 67 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત

ભરૂચમાં આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અંકલેશ્વરમાં 8, વાલિયામાં 3, ભરૂચમાં 2, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 1 કેસ સામે આવ્યો છે. આમ કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 681 ઉપર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here