કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ સ્મીમેરમાં દાખલ કોરોનાગ્રસ્ત રત્નકલાકાર

0
4001
  • કોરોનાગ્રસ્ત રત્નકલાકારે પોતાના ભાઈને હકીકત જણાવી
  • રત્નકલાકારને પુરતી સુવિધા ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ

સુરત. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત એક રત્નકલાકારને પુરતી સુવિધા ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રત્નકલાકાર તેના ભાઈને આ બાબતે તમામ હકીકત જણાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અહીં મને કોઈ પૂછવા પણ નથી આવતું. ડોક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મુંઝારો થાય તેવું કહીએ તો ઉંઘા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ.

પત્ની અને સંતાનો વતનમાં હોવાથી ભાઈ મદદ કરે છે
પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહે છે. મૂળ અમરેલી બોરડીગામના વતની છે અને સુરતમાં હીરા ઘસી ગુજરાન ચલાવે છે. હાલ તેમની પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં છે. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરે છે.

હરસુખભાઈએ સ્મીમેર દાખલ થયાના ત્રણ દિવસે નાનાભાઈ હરીને ફોન કર્યો તેના અંશો

હરસુખઃ એમ જ પડ્યો છું અહીં.
હરીઃ કેમ કોઈ આવતું નથી
હરસુખઃ કોઈ ન આવે. નર્સ આવે તો દવા દઈ જતી રહે છે. આપણે એમ કહીએ કે મુંઝારો થાય છે તો ઓક્સિજન ફૂલ કરી જતા રહે છે.
હરીઃ બરાબર, કેટલા ત્રણ દિવસ થયાને, હું બાપુજીને દવાખાને લઈને હતો એટલે આવી શકાયું નથી.
હરસુખઃ ત્રણ દિવસ થયા, બહું કહીએ તો કહે કે ઉંધા સૂઈ જાવ, ત્રણ-ચાર દિવસથી તો મારા ખાટલા નીચે મળ પડ્યું છે. કોઈ સાફ કરવા નથી આવતું.
હરીઃ હા
હરસુખઃ ન પાણી મળે, ન ખાવા મળે
હરીઃ ખાવાનું તો મે હમણા સંકેતને લઈને મોકલ્યો હતો. ના પાડી કે ઘરેથી કંઈ દેવાનું નથી એટલે પાછો આવ્યો.
હરસુખઃ તે બિચારો આખો દિવસ બેઠો, તેને ઉપર ન દેવા આવવા દે, ન વોચમેન દેવા આવે, મરચી જેવું શાક આપ્યા કરે છે, જેથી પેટમાં લાય બળે છે.
હરીઃ હા તો સારું ભાઈ, હું કોઈ સારા માણસની સલાહ લઉ
હરસુખઃ કંઈક કર જે નહીં તો હું અહીં જ મારી જઈશ.
હરીઃ હમણા ફોન કરું કોઈક ને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here