આશરે ૨ માસ થી બંધ રહેતા રોજિંદા મુસાફરો પરેશાન.
ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા ગોંડલ એસ ટી તંત્ર ને ઘણા સમય થી બંધ કરવામાં આવેલ ગોંડલ કાલાવડ વાયા કાલમેઘડા રૂટ ની બસ સેવા ફરી શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. ગોંડલ થી ૧૧.૪૫ ઉપડતી અને કાલાવડ થી બપોરે ૨.૩૦ ઉપડી રાત્રે બસ મોરીદડ નાઈટ કરવામાં આવતી હતી. પરંતુ આશરે ૨ મહિના થી આ રૂટ બંધ કરી દેવામાં આવતા અનેક મુસાફરો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તેઓએ જણાવેલ કે કાલાવડ તાલુકાના અનેક ગામડાઓ એવા છે કે જેમને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ જવા માટે તેમજ કાલાવડ તાલુકા ના અનેક ગામડાઓના લોકો ને ગોંડલ આવવા માટે આ એક જ બસ લાગુ પડે છે. દૂર દૂર થી ખેડૂતો તેમજ લોકો પોતાની ખરીદી માટે ગોંડલ આવતા હોય ત્યારે લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.આ બસ સેવા ફરી શરૂ કરવાથી આશરે ૨૦ થી વધુ ગામના લોકો ને ફાયદો થશે તેમજ આંતર જિલ્લા મા ચાલતી હોવાથી પણ આ બસ સેવા અત્યંત મહત્વ ની છે.વધુ મા સ્કૂલ કોલેજ શરૂ થતી હોવાથી વિધાર્થીઓ માટે આ બસ સેવા મહત્વની હોય તો વહેલી તકે આ રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગણી એસ ટી ડેપો મેનેજર ને કરવામાં આવી હતી જેની ખાત્રી આપતા જણાવ્યું હતું કે ટૂંક સમય મા રૂટ શરૂ કરવામાં આવશે.