સીમાસી થી કાણકીયા બોડીદર સુધી નાં રસ્તા નું સમારકામ કરવા માટે ગ્રામજનો ની માંગ…

0
711

ચોમાસાની શરૂઆત માં રસ્તાઓ ની હાલત ખરાબ છે ત્યારે સીમાસી કાણકિયા બોડીદર ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા પંચાયત ને સમારકામ માટે રજુઆત કરવામાં આવી કાણકિયા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોય અને રસ્તા પર અવર-જવર કરવી મુશ્કેલ બની છે ખરાબ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી આ રસ્તા પર વાહન ચાલકો ને અકસ્માત નો ભય રહે છે સીમાસી કાણકિયા બોડીદર રસ્તા નું સમારકામ ઝડપથી કરવામાં આવે તેવી ત્રણ ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી.


વાત છે ગિરગઢડા તાલુકાના કાણકિયા. કરેણી.બોડીદર ઝાંઝરીયા. વેલાકોટ.ના ગામો ની હાલ ત્રણ તાલુકાને જોડતો રસ્તો નેશનલ હાઇવે ઉના થી કોડીનાર જતા ઉના થી 18.કી. મી આગળ સીમાસી ગામ આવે છે ત્યાંથી કાણકિયા ફાટક પડેશે આ રસ્તો કાણકિયા થી આલીદર સુધી નીકળે છે વચ્ચે 8.થી 10.ગામો નો સમાવેશ થાય છે આ કાણકિયા ત્રણ તાલુકાની મદય નું ગામ છે ગિરગઢડા. ઉના. કોડીનાર આ રસ્તા ઉપર રોજે હજારો રાહદારી ઓ ની અવારજ્વર 24.કલાક ચાલુંજ હોય છે આ રોડ ની સ્થિતિ એટલી હદે બદતર થઈ ગઈ છે કે આ રોડ પર આવજા કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે હાલ ચોમાસા માં તો સ્થિતિ એટલી વિકટ થાય છે કે ખરેખર હાલ ની સ્થિતિ યે રાહદારી ઓ ની સ્થિતિ દયાજનક છે..
આજુબાજુ ના 3.ગ્રામ પંચાયત દ્વારા રોડ બનાવાની માંગ કરાઈ છે આ લોકોનો ઉબળ ખાબળ રોડ પર અકસ્માત નો પણ ભય રહે છે
બોડીદર થી સીમાસી સુધી ના રોડ માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરી છે

અહેવાલ હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here