છેલ્લા બે દિવસથી બાયડની બેંક ઓફ બરોડા માં સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બેંક નું કામકાજ ઠપ થઇ જતાં અને લેવડ દેવડ નું કામકાજ અટકી જતાં ગ્રાહકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને બેંકમાં ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

બેંક ઓફ બરોડાના સર્વર માં ખામી સર્જાતાં એ.ટી.એમ પણ બંધ થઈ જતાં એ.ટી.એમ કાર્ડ ધારકો પણ પરેશાન થઈ રહ્યા છે…
અહેવાલ- નિરવ પ્રજાપતિ, અરવલ્લી મોડાસા