માંગરોળમાં ઘન કચરાના નિકાલ ની જવાબદારી સંભાળતી માંગરોળ સુધરાઈ એ છેલ્લા એક અઠવાડિયા થી સહેરમાથી કચરો ઉપાડવો બંધ કરતા સહેરમા ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજ

0
706

સતત પડી રહેલા વરસાદ ના કારણે મચ્છર,માખી અને જીવજંતુ ના વધી રહેલ ત્રાસથી સહેરની એક લાખ ની પ્રજા ના જાહેર આરોગ્ય ઉપર ઉભા થયેલ ગંભીર ખતરા સામે સતાધારી અને વિપક્ષી સદસ્યો ના મૌન વચ્ચે પીડાઈ રહેલી પ્રજા ના પ્રશ્ર્ને ફરી એક વખત માંગરોળ ના જાણીતા એડવોકેટ કાનાભાઈ ચાવડા એ અવાજ ઉઠાવી સહેરની પ્રજાને જાહેર ઉપદ્રવ સામે રક્ષણ આપવા કેશોદનાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કોર્ટ માં સુધરાઈ ના વહીવટી સંચાલન સંભાળતા ચિફ ઓફીસર ની સામે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૩૩ ,૧૪૨ તથા ૧૪૩ મુજબની ફોજદારી ફરીયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માંગ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે

માંગરોળ ના ટેક્સ પેયર નાગરીક તરીકે માંગરોળ સુધરાઈ ના ચિફ ઓફીસર ને આરોપી બનાવી કરેલ ફરીયાદ માં સહેરની જાહેર સફાઈ ની જવાબદારી સંભાળતી માંગરોળ સુધરાઈ દ્વારા છેલ્લા છ દિવસથી સહેરમા એકઠો થતો સુકો અને ભીનો કચરો તથા ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી બંધ કરી દેવાતા સહેરમાં જુદા જૂદા વિસ્તારમાં આવેલા મંદિરો, મસ્જિદો, શાળાઓ, દવાખાનાઓ ,જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર સુકો અને ભીનો કચરો ઠાલવી દેવાતા સડેલા શાકભાજી,ધરો અને હોટલોનો વધેલો રાંધેલ ખોરાક નો એંઠવાડ,મરછીનો અને મટનની દુકાનોમાંથી રસ્તા પર ઠલવાતો નોન વેજ કચરો અને તેના પર વરસાદી પાણી થી ઉઠતી ભયંકર દુર્ગંધ અને તેમાં ખદબદતા માખી, મચ્છરો અને જીવજંતુઓ નાં કારણે સહેરની પ્રજાના જાહેર આરોગ્ય સામે ઉઠેલ ગંભીર ખતરા થી મહામારી ના ભયની વચ્ચે જીવતી માંગરોળ સહેરની એક લાખની પ્રજાને આ જાહેર ઉપદ્રવ થી મુકિત અપાવવા અને સહેરમા એકસો થી પણ વધુ જગ્યાએ ખડકાયેલા કચરાના ઢગલાઓ દુર કરાવી દવા છંટકાવ કરાવી ફરીથી આવી જગ્યાએ પર કચરો નાખવા પર પ્રતિબંધ મુકવાની માંગણી સાથે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૩૩,૧૪૨ અને ૧૪૩ મુજબ આ માટે જવાબદાર માંગરોળ સુધરાઈ ના ચિફ ઓફીસર સામે અપરાધિક કાર્યવાહી હાથ ધરી તેમની વિરુદ્ધ દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગણી કરાઈ છે

અહેવાલ ઇમરાન બાંગરા,માંગરોળ