એક તરફ ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાત ભર માં સ્વયંભૂ લોકો રોજગાર ધંધા બંધ કરી રહ્યા છે ત્યારે ઉના શહેરે સમગ્ર રાજ્ય ને નવી રાહ ચીંધી છે અને પાંચ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન નો નિર્ણય કર્યો છે જેમાં ઉના નગરપાલિકા ઉના ચેમ્બર ઓફ કોમર્સ સહિત ની તમામ સંસ્થા જોડાઈ છે ત્યારે આજ થી પાંચ દિવસ માટે અમલ કરાયો છે જેમાં સમગ્ર ઉના ના નાના મોટા વેપારી કેબીન ધારકો સહિત શાકભાજી વાળા પણ જોડાયા છે સવાર થી જ સંપૂર્ણ લોકડાઉન ના કારણે સરકારે કરેલ લોકડાઉન ની જેમ લોકો ઘર માં રહ્યા હતા અને શહેર માં માત્ર ભાવનગર વેરાવળ હાઇવે ના વાહનો જ જોવા મળતા હતા ચા પાન ના ગલા સહિત જાણે કે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે જોકે લોકો એ તમામ લોકો ના હીત માટે આ નિર્ણય લીધો હોય તમામ સમાજ એમાં જોડાયો હતો પાછલા 5 દિવસ થી ઉના માં કોરોના ના કેસ માં ધરખમ વધારો નોંધાયો છે જેને લઈ ને ચિંતા નો માહોલ સર્જાયો છે ઉના બંધ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થી પણ અવર જવર નહીવત રહી છે ત્યારે આજે જેમ જડબેસલાક બંધ રહ્યું તો આવતા 4 દિવસ માં કોરોના ની કડી માં ચોક્કસ બ્રેક આવી શકે છે
અહેવાલ હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ