આટકોટ વીરનગર ગ્રામ આરોગ્ય સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું

0
96

ગ્રામ આરોગ્ય સમિતિ આટકોટ વીરનગર કોરોના મહામારીમા સાવચેતી માટે જરૂરી પગલઓ લેવામા આવ્યા.

જસદણ તાલુકામાં કોરોના વાઈરસના કેસ નો રાફડો ફાટી નીકળ્યો છે. અન્વયે આટકોટ અને વીરનગર આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ આરોગ્ય સમિતિની એક મિટિંગ કરવામાં આવી હતી મળેલ મીટીંગમાં ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી પગલાઓ લેવાનુ નક્કી કરવામં આવ્યુ.
૧. આરોગ્ય વિભાગના સર્વેલન્સ અનુસાર કોરોના વાયરસનુ જોખમ ૧૦ વર્ષથી નીચેના બાળકો અને ૬૦ વર્ષથી વધુના વ્રુધ્ધોમાં વધુ રહે છે. ગંભીર બિમારી જેવી કે બ્લડ પ્રેસર ની તકલીફ,ડાયાબિટીસ ની તકલીફ,હૃદય,શ્વાસ ની તકલીફ, ટીબી જેવા રોગ ધરાવતા વ્યક્તિઓની કુટુંબના સભ્યોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.આ માટે પંચાયત દ્વારા ગામના દરેક વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે સભ્યો નક્કી કરવામા આવ્યા જેઓ સમયાંતરે આવા હાઇ રિસ્ક વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેશે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે માર્ગદર્શન આપશે અને કાઈ તકલીફ જેવું જણાશે તો આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરશે.
૨. ગામમાં બધાજ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જે લોકો કામ વગર માસ્ક પહેરા વિના નિકળશે તો 200 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
૩. કોઈ પણ દુકાને ટોળા ભેગા કરીને બેઠા દેખાશે તો દુકાનદારોને નોટીસ ફટકારીને દંડ વસુલ કરવામાં આવશે. ગ્રાહક સોસિયલ ડીસ્ટન્સ જાળવે તેની કાળજી રાખવી.
૪. લોકો એ નિયમોનુ પાલન કરવું અને કમળાપુર ગામમાં બહારથી કોઈપણ વ્યક્તિ આવે તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં અથવા સરપંચ શ્રી ને જાણકારી આપવી.
૫. કામ વગર કોઈ પણ વ્યક્તિએ બહાર ન નિકળવુ
૬. હાલ ચોમાસાની ઋતુ હોઇ રોગચાળાની વધુ શક્યતા રહે છે જેથી દરેક ગ્રામજનોએ પોત પોતાના ઘર અને આજુબાજુમા ઉકરડા ના કરવા તથા સ્વચ્છતા જાળવવી ટુંક સમયમાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે.


ઉપરોક્ત મિટિંગ માં , સુપરવાઇઝર દિવ્યાબેન ઉપાધ્યાય કોરોના વિશે હેલ્થ એજ્યુકેશન આપેલ હતું આ મિટિંગમાં એફ એચ ડબલ્યુ બહેનોઆશાવકર બહેનો હાજરી આપી હતી

અહેવાલ કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here