ગીર સોમનાથ જિલ્લા સફાઈ કામદારો માટે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં

0
618

રાજ્ય સરકારશ્રીની ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. રાજ્ય સરકાર દ્રારા રાજ્યના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો સમય બધ્ધ કાર્યક્રમ રૂપે પુરા પાડવા ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ સફાઇ કામદાર અને તેઓના આશ્રિતોને મળવા પાત્ર રહેશે તે માટે કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂા.૧,૨૦,૦૦૦/- ની સહાય આપવાની જોગવાઇ છે. મકાનની ટોચની કિમંત શહેરી વિસ્તાર માટે રૂા.૭,૦૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૫,૦૦,૦૦૦/- રહેશે. આ યોજના હેઠળ ઓનલાઇન http://gskvn.apphost.in/ અરજીઓ ફોર્મ મંગાવવામાં આવે છે. પરંતુ અરજીઓનો નિકાલ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે. જેમાં પણ સફાઇ કામદાર વિધવા વિકાલંગને અગ્રતા આપવામાં આવશે.
શૈક્ષણિક લોન યોજના અમલમાં છે. સફાઇ કામદાર અને તેમના આશ્રિતો સહિત સફાઇ કર્મચારીઓના સભ્યોને શિક્ષણ લોન, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વ્યવસાયી અથવા ટેકનિકલ શિક્ષણ માટે તથા ઇજનેરી, તબીબી, મેનેજમેન્ટ, લો, ડીપ્લોમાં ઇન ફીઝીયોથેરાપી,પેથોલોજી, નર્સિંગ, ડિપ્લોમાં ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરીઝમ, બેચલર ઓફ એજ્યુકેશન, પી.એચ.ડી., લેંગ્વેજ, બી.સી.એ., એમ.સી.એ.,ડિપ્લોમાં ઇન જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વગેરે ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં અભ્યાસ માટે રૂા.૧૦.૦૦ લાખ અને વિદેશ અભ્યાસ માટે રૂા.૨૦.૦૦ લાખની લોન આપવાની જોગવાઇ છે. જેમાં અભ્યાસ ક્રમના ખર્ચના ૯૦% રકમ NSKFDC, નવી દિલ્હી તરફથી આપવામાં આવે છે. બાકીની ૧૦% રકમ વિર્ધાર્થી/સ્ટેટ ચેનેલાઇઝીગ એજન્સી ભોગવશે. આ યોજના હેઠળ વ્યાજનો દર વિર્ધાર્થીઓ માટે ૪% અને વિર્ધાર્થીનીઓ માટે ૩.૫% છે અને પરત ચુકવણીનો સમય નોકરી મળ્યેથી અથવા અભ્યાસક્રમ પુરો થયાના ૧ વર્ષ આ બંન્નેમાંથી જે વહેલું હોય ત્યારથી ૫ વર્ષ (૬૦ હપ્તા) નો છે. આ યોજના નિયત અરજી ફોર્મ સમગ્ર વર્ષ દરમ્યાન મળી રહેશે.
આ તમામ યોજનાઓનો લાભ ફક્ત મુળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઇ કામદાર કે તેમના આશ્રિત હોય તેવી વ્યક્તિઓને આપવામાં આવશે. તેથી પાત્રતા ધરાવતી વ્યક્તિઓએ આ નિગમ હસ્તકની સંબંધિત નાબય નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી, જીલ્લા સેવા સાદન, ઇણાજ તા.વેરાવળ જી.ગીર સોમનાથના સરનામે જિલ્લા મેનેજરશ્રીની કચેરી તેમજ તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી પાસે હાર્ડ કોપી જમાં કરાવવાની રહેશે. વધુમાં સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટwww.sje.gujarat.gov.in/gskvnપરથી પણ મળી શકશે. અરજદાર સફાઇ કામદાર કે તેમના આશ્રિત હોવા જોઇએ. અને તેમની ઉમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી. તેમ જે.કે.જોરા, મદદનીશ જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને એ.જે. ખાચર જિલ્લા મેનેજર નાયબ નિયામક (અ.જા.ક.) ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here