વેરાવળ કુટુંબ સલાહ કેન્દ્ર દ્રારા ૬ માસમાં ૪૭ કેસનો નિકાલ

0
424

કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ, દિલ્હી દ્રારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ અમદાવાદની સહાયથી જૂનાગઢ જિલ્લા મહિલા મંડળ સંચાલિત વેરાવળ ખાતે કાર્યરત કુટુંબ સલાહ કેન્દ્ર દ્રારા ૬ માસના સમયગાળામાં ૪૭ કેસનો સુખદ નિકાલ કરવામાં આવેલ છે. કુટુંબ સલાહ કેન્દ્ર દ્રારા મહિલા સબંધિત સાસરીયાના ત્રાસ, અન્યની દખલગીરી, શરાબનું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ, ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન વગેરે સહિતના કેસનું સમાધાન, માર્ગદર્શન આપી નિકાલ કરવામાં આવે છે.
આ કેન્દ્રમાં વર્ષ ૨૦૧૯-૨૦ ના ૬ માસના સમયગાળા દરમ્યાન ૯૦ કેસ નોંધાયા હતા. જેમાથી ૪૭ કેસનો નિકાલ કરાયો હતો. અન્ય કેસ કોર્ટમાં અને પોલીસ મથકમાં મોકલી આપવામાં આવેલ છે. કાઉન્સેલર હરસુખભાઈ બગીયા, ભારતીબેન મારૂ, સબ-કમિટીના સભ્ય એડવોકેટ સુરેશભાઈ માવાણી, હમીરભાઈ વાળા, મહમદભાઈ સોરઠીયા, રાજેશભાઈ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંઘવી, રેખાબેન ગણાત્રાના સહકારથી ઘણા કેસનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે. કોઈપણ મહિલાઓને આ અંગેના પ્રશ્ર્નો હોય તો કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગ, જુની કલેકટર કચેરી રોડ, વેરાવળ, મો.૦૨૮૭૬-૨૪૨૫૭૯ પર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા મહિલા મંડળ પ્રમુખશ્રી જાન્હવીબેન ઉપાધ્યાયની યાદીમાં જણાવાયું છે

અહેવાલ હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here