કોટડાસાંગાણીના દેતડીયામાં જમીન મામલે સરપંચે 3 ગોળી મારી કૌટુંબિક ભાઈની હત્યા કરી

0
640

જસદણના ઈશ્વરીયા-સાણથલી માર્ગ પર હત્યા કરાઈ

કોટડાસાંગાણીના દેતડીયામાં જમીન મામલે સરપંચે 3 ગોળી મારી કૌટુંબિક ભાઈની હત્યા કરીરાજકોટ. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના દેતડીયા ગામમાં સરપંચે જ તેના કૌટુંબિક ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે. જમીન મામલે સરપંચે 3 ગોળી મારી કૌટુંબિક ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની વિગત અનુસાર રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના દેતડીયા ગામમાં સરપંચે જમીન મામલે તેના કૌટુંબિક ભાઈની હત્યા કરી છે. સરપંચ વિજય વાળાએ જમીન મામલે જસદણના ઈશ્વરીયા-સાણથલી માર્ગ પર તેના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને માથાના ભાગે 3 ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટનામાં ભરતભાઈ વાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી LCB અને SOG પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here