દારૂની હેરફેરથી માંડીને 54 કરોડના બેન્ક કૌભાંડ સુધીનો ગુજરાત ભાજપ અધ્ક્ષનો ઇતિહાસ, જાણવા અહીં કરો ક્લિક

0
1066

સી.આર. પાટીલ 1990ની સાલમાં ભાજપમાં જોડાયા હતા. ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ પદે પહોંચી ગયા હતા. સી.આર. પાટીલે 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેમની નોકરીથી શરૂઆત કરી હતી.પોલીસ કોન્સ્ટેબલ તરીકેની તેમની નોકરી વિવાદોથી ભરેલી રહી હતી. ગેરકાયદે દારૂની હેરફેરમાં તેમની સંડોવણી બહાર આવતા તેમને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ કેસના સંદર્ભે તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. દારૂની હેરફેરના જ અન્ય એક કેસમાં તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. સુરત પોલીસ ટાસ્ક ફોર્સે તેમની ધરપકડ કરીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. 1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. નોકરીમાં જોડાઈને તેમણે પોલીસ યુનિયનની રચના કરવાની કોશિશ કરી તેથી ફરીથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું નામ ઓક્ટ્રોય ચોરીના કેસમાં આવ્યું હતું. 1995માં તેમની સામે ઓક્ટ્રોયની ચોરીનો કેસ પણ થયો હતો.

સુરતના ટેક્સટાઈલ સેક્ટરના મોભીઓએ તેમને ખાસ્સો સાથ આપ્યો હતો. 2002ની સાલમાં ડાયમન્ડ જ્યુબિલી બૅન્કના કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે રૂા. 54 કરોડની લોન લઈને પૈસા પરત કર્યા નહોતા. તેથી તેના ખાતેદારોના પૈસા ડૂબી ગયા હતા. આજે પણ તેમાંથી ઘણાંને પૈસા મળ્યા નથી. આ માટે તેમને જેલમાં પણ જવું પડયું હતું.

ત્યારબાદ તેમને ગુજરાત સરકારની માલિકીની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. આ હોદ્દો મળ્યા પછી તેમણે સચિનમાં મજૂરો માટે 65000 ફ્લેટ બનાવવા 48 એકર જમીન ખરીદી તેનો વિવાદ થયો હતો. આ જ રીતે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમની છ એકર જમીન 90 વર્ષના ભાડાપટ્ટે મળે તે માટે રૂા. 6 કરોડ પણ તેમણે જમા કરાવ્યા હતા. બાકીના નાણાં ચૂકવવાની શરતે આ જમીન તેમણે મેળવી હતી. પરંતુ બાકીના નાણાં ચૂકવવામાં સી.આર. પાટીલ નિષ્ફળ ગયા હતા. લોકસભાની હાઉસિંગ કમિટીના ચૅરમૅન તરીકે સેવા આપી રહેલા સી.આર.પાટીલ અર્બન ડેવલપમેન્ટ કમિટી અને સુરત એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેનના હોદ્દા પર બિરાજમાન છે. સુરત જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ સક્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here