- વડોદરા મુંબઇ ડાઉનલાઈન પર બીજા દિવસે દુર્ઘટના
- પાયલોટની સમયસૂચકતાથી કારની જાણ થતાં દુર્ઘટના ટળી
વડોદરા. વડોદરા થી સુરત જવા માટે સવારે ગુડ્સ ટ્રેન લઇને મુંબઇના વસઈ સ્ટાફના લોકો પાયલોટ લખનપાલ મીના અને આસિસ્ટન્ટ ડ્રાઇવર સમીરખાન નીકળ્યા હતા.તેમણે ૧૨:૫૦ વાગે કીમ કોસંબા વચ્ચે ડાઉન લાઈન પર સફેદ ફોરવીલર ફસાઈ હોવાનું જણાતાં વડોદરા અને કોસંબાના અધિકારીઓને જાણ કરી હતી. તેમજ પોતાની ફ્લેશ લાઇટ ચાલુ કરી આગળથી આવતી ટ્રેનને સૂચના આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત- વડોદરા ‘કોનરાજ’ ગુડસ ટ્રેનને અટકાવી દેવામાં આવી
દરમિયાન ડાઉન લાઈન પર આવી રહેલી સુરત- વડોદરા ‘કોનરાજ’ ગુડસ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. બનાવને પગલે દોડી આવેલા રેલવે સત્તાધીશોએ જેસીબીની મદદથી ફોરવીલરને ટ્રેક પરથી ખસેડી ટ્રેન વ્યવહાર પૂર્વ વત કર્યો હતો. ડીએફસીના કોન્ટ્રાક્ટરની ગાડી રેલવે ટ્રેક પર ફરતી હતી. અફરા-તફરી સર્જાઇ હતી.
કોન્ટ્રાક્ટર કોસંબાથી કીમ તરફ જતો હતો
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે વરસાદી પાણીનું નાળુ બનાવવા માટે ભરૂચ નો રહેવાસી કોન્ટ્રાક્ટર રાજેશ પિનાક કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે કોસંબા થી કીમ તરફ પોતાની ગાડીમાં જતો હતો. દરમિયાન ઓવર સ્પીડ ને કારણે ગાડી કંટ્રોલમાં નહીં રહેતા અપ લાઇન પર ધસી આવેલી ગાડી દિશા બદલીને ડાઉન લાઈન પર ફસાઈ ગઈ હતી. કારચાલકની ધરપકડ કરવામાં આવી છે.> સંજીવ પાંડે, પી.આઇ , આરપીએફ અંકલેશ્વર