સુરત શહેરમાં 18 મિમિ, વડોદરાના પાદરામાં 17 અને કચ્છના નખત્રાણામાં 14 મિમિ વરસાદ નોંધાયો
ગાંધીનગર. રાજ્યમાં વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 33 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં 18 મિમિ, વડોદરાના પાદરામાં 17 અને કચ્છના નખત્રાણામાં 14 મિમિ વરસાદ નોંધાયો હતો.
ગઈકાલે 5થી 9 મિમિ સુધી આ તાલુકામાં વરસાદ
દાહોદના ધાનપુરમાં 9 મિમિ, બનાસકાંઠાના સુઈગામ, દાહોદના દેવગઢ બારિયા અને ઝાલોદમાં 7-7 મિમિ, કચ્છના લખપત, પંચમહાલના હાલોલ અને ભરૂચના આમોદમાં 6-6 મિમિ વરસાદ, તેમજ દાહોદના લીમખેડા, ભરૂચના ઝઘડિયા અને વાગરામાં 5-5 મિમિ વરસાદ નોંધાયો હતો.
ગઈકાલે 21 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલો વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
બનાસકાંઠા | વાવ | 20 |
સુરત | સુરત શહેર | 18 |
વડોદરા | પાદરા | 17 |
કચ્છ | નખત્રાણા | 14 |
દાહોદ | ધાનપુર | 9 |
બનાસકાંઠા | સુઈગામ | 7 |
દાહોદ | દેવગઢ બારિયા | 7 |
દાહોદ | ઝાલોદ | 7 |
કચ્છ | લખપત | 6 |
પંચમહાલ | હાલોલ | 6 |
ભરૂચ | આમોદ | 6 |
પંચમહાલ | મોરવા હડફ | 5 |
દાહોદ | લીમખેડા | 5 |
ભરૂચ | ઝઘડિયા | 5 |
ભરૂચ | વાગરા | 5 |