ખાનગી શાળાના 4300 વિદ્યાર્થીઓએ સમિતિની શાળાઓમાં મેળવ્યો પ્રવેશ

0
304

લોકડાઉનની ધંધા-રોજગાર પર પડેલી અસર શિક્ષણ પર પણ પડી

સુરત. કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા બે મહિના સુધી લોકડાઉન રહેતા તમામ ધંધા-રોજગાર બંધ રહેવાથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની કમર તોડી નાંખી છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા વાલીઓની હાલત ખૂબ જ કફોડી બની છે. બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં મુકવા મજબૂર થયા છે. અત્યાર સુધીમાં ખાનગી શાળાના 4300 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.2થી 8માં પ્રવેશ મેળવી લીધો છે. હજુ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ હોવાથી આ આંકડો વધવાની સંભાવના છે. એક વિદ્યાર્થી પાછળ વર્ષે 35 હજારનો ખર્ચ | દેશમાં એક માત્ર સુરત મહાનગર પાલિકા એવી છે. જે સાત માધ્યમમાં સરકારી પ્રાથમિક શાળા ચલાવે છે. હાલમાં શિક્ષણ સમિતિની 320 શાળાઓ કાર્યરત છે. જેમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક 35 હજારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે! જેમાં શિક્ષકોના પગારથી લઇ વિદ્યાર્થીઓને આપવામાં આવતી તમામ ભૌતિક સુવિદ્યાનો ખર્ચ સામેલ છે.    

એક વિદ્યાર્થી પાછળ વર્ષે 35 હજારનો ખર્ચ 
દેશમાં એક માત્ર સુરત મહાનગર પાલિકા એવી છે. જે સાત માધ્યમમાં સરકારી પ્રાથમિક શાળા ચલાવે છે. હાલમાં શિક્ષણ સમિતિની 320 શાળાઓ કાર્યરત છે. જેમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક 35 હજારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે! જેમાં શિક્ષકોના પગારથી લઇ વિદ્યાર્થીઓને આપવામાં આવતી તમામ ભૌતિક સુવિદ્યાનો ખર્ચ સામેલ છે.   

પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોઇ આંકડો વધશે
4300 ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે. હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. 31 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે. વાલીઓનો ઉત્સાહ જોતાં હજુ આંકડો વધશે. –  હસમુખ પટેલ, ચેરમેન, શિક્ષણ સમિતિ

ધો.2થી 8માં ખાનગીમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી
ઝોનપ્રવેશ
અઠવા132
સેન્ટ્રલ190
કતારગામ969
ઉધના439
વરાછા1416
લિંબાયત836
રાંદેર346
કુલ4300