એક યુવાન સહિત વધુ 5 દર્દીના મોત, કેસનો કુલ આંક 3757, કુલ 3063 દર્દી રિકવર થયા

0
83

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. તેની સાથે રોજેરોજ કોરોનાની સારવારમાં મૃત્યુ થઇ રહ્યા છે. કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે એક મહિલા અને એક યુવાન સહિત વધુ 5 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામની અંતિમ વિધિ કરવામાં આવશે. 

કોરોનાની સારવાર દરમિયાન 6 દર્દીના મૃત્યુ
-સમા વિસ્તારના 27 વર્ષીય યુવાનનું મોત
-પાદરાના 85 વર્ષીય વૃદ્ધ મહિલા દર્દીનું મોત
-વાસદના 74 વર્ષીય વૃદ્ધનું મોત
-ભરૂચના 67 વર્ષીય વૃદ્ધનું મોત
-ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના 95 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 3757 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3757 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3063 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 629 એક્ટિવ કેસ છે, જે પૈકી 131 ઓક્સિજન ઉપર અને 37 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 461 દર્દીની હાલત સ્થિર છે. સત્તાવાર મૃત્યુઆંક અત્યારે 65 છે.

વડોદરાના આ વિસ્તારમાં મંગળવારે કેસ નોંધાયા
શહેરઃ વાસણા રોડ, છાણી, હરણી, ગોત્રી રોડ, કારેલીબાગ, સમા, સુભાનપુરા, માજલપુર, હાથીખાના, મકરપુરા, કલાલી, માંડવી, અકોટા, તરસાલી, મુજમહુડા, આર.વી.દેસાઇ રોડ, ફતેગંજ, વાઘોડિયા રોડ, તાંદલજા, આજવા રોડ, દંતેશ્વર, દિવાળીપુરા, વારસીયા
ગ્રામ્યઃ ડભોઇ, સિંધરોટ, સાવલી, વાઘોડિયા, ઉંડેરા, નંદેસરી, કોયલી, સોખડા, પાદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here