જામનગર માટે એનસીપીએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

0
462

સાત વોર્ડ માટે 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી : શહેર માટે પક્ષનું સંકલ્પ પત્ર પણ જાહેર કરાયું : ફિલ્મ નાયકની જેમ દરેક વોર્ડમાં ફરિયાદ પેટી મૂકાશે, કોલ સેન્ટર પણ ઉભુ કરાશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) દ્વારા જામનગર મહાપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડ માટે 10 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેશનની ચૂંટણીને લઇને પક્ષનું સંકલ્પ પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની સુરત બદલી નાખવા સાથે જનતારાજનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ અને સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રભારી રેશ્મા પટેલે આજે જામનગર મહાપાલિકાના સાત વોર્ડ માટે 10 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં વોર્ડ નં. 6માં રમાબેન અમરકાંત પંડયા તથા દાદુભાઇ પીઠાભાઇ વૈરૂ, વોર્ડ નં. 7 માટે કમલેશભાઇ બી. મહેતા, વોર્ડ નં. 8 માટે કલ્પેશ વસંતભાઇ લિંબાસીયા, વોર્ડ નં. 11 માટે ભાવેશ ધીરુભાઇ જાપડા તથા રજાક સિદીકભાઇ ખીરા, વોર્ડ નં. 15 માટે નિલેશ ભાણજીભાઇ વસોયા તેમજ વોર્ડ નં. 16 માટે દિનેશભાઇ જમનભાઇ નારીયા, દિલીપ એમ. કણઝારીયા તથા મુલેશભાઇ એસ. વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ એનસીપી દ્વારા જામ્યુકોની ચૂંટણીમાં પર્દાપર્ણ કરી દેવામાં આવ્યું છે.

જામનગર મહાપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા સાથે પક્ષ દ્વારા સંકલ્પ પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મ નાયકની જેમ દરેક વોર્ડમાં એક ફરિયાદ પેટી રાખવામાં આવશે. જેમાં આવતી ફરિયાદોનો સાત દિવસમાં નિકાલ કરવામાં આવશે. ઉપરાંત ફરિયાદો માટે પક્ષનું એક કોલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે. તેમજ એક મોનિટરીંગ ટીમની રચના કરવામાં આવશે. જે મહાપાલિકામાં ચાલતી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખશે. આ સાથે જ જામનગરની સુરત બદલી નાખવા અને શહેરમાં જનતારાજ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here