ડેપ્યુટી કલેક્ટર ઈટાલીયા અને મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા તાલુકા ના કંટેનમેન્ટ ઝોન નું પણ રૂબરૂ ચેકીંગ કરવામાં આવ્યુ.

વડિયા
કોરોના મહામારી ના કહેર થી અમરેલી જિલ્લા માં આયાતી લોકો ના સંક્રમણ થી આજે સમગ્ર જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે.વધતા કેસ ને રોકવા માટે વહીવટી તંત્ર એક્શન માં આવતૂ નજરે પાડ્યુ હતુ. ડેપ્યુટી કલેક્ટર ઈટાલીયા અને મામલતદાર પ્રશાંત ભીંડી ની ટીમ દ્વારા કુંકાવાવ ની ખાનગી હોસ્પિટલ અને દવાખાના ની રૂબરૂ મુલાકાત લઇ શરદી, ઉધરસ, તાવ ના દર્દીઓ ની તપાસ કર્યા ની યાદી, હોસ્પિટલ માં કોરોના ગાઇડલાઇન નું પાલન, દવા વગેરે ની વિગત રૂબરૂ મેળવી હતી. આ ઉપરાંત વડિયા તાલુકાના જંગર માં આવેલા કોરોના પોઝિટિવ દર્દી ના ઘરે બનાવેલા કંટેનમેન્ટ ઝોન ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત વડિયા તાલુકા ના વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર ની કોરોના સંબધિત કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમગ્ર ટીમ માં અમરેલીના ડેપ્યુટી કલેક્ટર ઈટાલીયા, વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી, સર્કલ બિપિન વાઘેલા, રેવન્યુ તલાટી જાડેજા દ્વવારા મુલાકાત લઇ કામગીરી નું સમીક્ષા કરી વડિયા વિસ્તારમાં કોરોના ને રોકવા તંત્ર એક્શન મોડ માં આવતું જોવા મળી રહ્યું છે.

અહેવાલ અશોક મણવર અમરેલી