કોરોનાની મહામારીમાં પૈસાની તંગી ન થાય તે માટે મિત્ર પાસેથી તાલીમ લઈ સ્કૂલના પ્રિન્સિપાલે શાકભાજીનો ધંધો શરૂ કર્યો

0
369

મનોબળ મજબૂત હોઈ તો કોઈ પણ મહેનત કરી તમે કમાણી કરી શકો છો:શિક્ષક

રાજકોટ. સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયમાં પૈસાની તંગી ઉભી ન થાય અને આ સમયમાં બે પૈસાની આવક થાય તે માટે રાજકોટની ખાનગી શાળાના પ્રિન્સિપાલે શાકભાજીની લારી શરૂ કરી ધંધો શરૂ કર્યો છે. ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા અને એમ.એ.બી.એડનો અભ્યાસ કરેલ પ્રોફેસર અનિલભાઈ ભટ્ટે કોરોનાની મહામારીમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે. 

rajkot teacher start vegetable business

લોકડાઉનમાં ક્લાસીસ બંધ થતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ હતું
અનિલભાઇ ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ બપોર બાદ એક્સ્ટ્રા કલાસ કરી 30 હજાર રૂપિયા કમાઈ લેતા હતાં. પરંતુ લોકડાઉનમાં કલાસીસ તદ્દન બંધ થઈ જતા બાળકોની ફી તેમજ પરિવારજનોનું ગુજરાન ચલાવવું ખુબ જ કઠિન બનતા તેમના મિત્ર ભગિરથસિંહના કહેવાથી શાકભાજીનો બિઝનેસ શરૂ કર્યો. અનિલભાઈએ જણાવ્યું હતું કે કોઈ પણ બિઝનેસ નાનો નથી હોતો, મનોબળ મજબૂત હોઈ તો કોઈ પણ મહેનત કરી તમે કમાણી કરી શકો છો.

દીકરી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે
અનિલભાઈ ભટ્ટ જણાવે છે કે, શાકભાજીના વ્યવસાય માટે તેણે પોતાના મિત્ર પાસેથી તાલીમ લીધી. પર્સનલ ટ્યૂશન માટે વાલીઓનો એપ્રોચ કર્યો તો તેને ના પાડી દીધી, આવક બંધ હતી. ખર્ચા યથાવત્ હતા. મેડિકલ સ્ટોરમાં પૂછવા ગયા તો તેમને કલાકના રૂ. 25 લેખે આપવાનું કહ્યું. પછી શાકભાજી વેચવાનો નિર્ણય કર્યો. પોતાના પરિવારમાં જ્યારે આ વાત કરી ત્યારે તેમના પત્ની, દીકરો અને દીકરીએ સાથ સહકાર આપ્યો. દીકરી કે જે હાલ ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરે છે. તેમણે આ માટે નવા કોન્સેપ્ટ આપ્યા શરૂઆતમાં બહુ તકલીફ પડી પણ આમ છતાં તેમણે આ કામગીરી શરૂ રાખી. શિક્ષક તરીકે તેઓ ધોરણ 9થી 12માં અંગ્રેજી, મેથ્સ, સાયન્સ, ઈંગ્લિશના કલાસ લે છે.

જીવનમાં હારતા શીખો, જીત આપોઆપ મળશે
જીવનમાં જીત કરતા  હાર મહત્ત્વની છે. કારણ કે, જીત તમને થોડા સમય સુધી આનંદ આપી શકે. જ્યારે હાર તો વ્યક્તિનું જીવન જ બદલી નાખે છે. આ બદલાવ માટે વ્યક્તિએ ક્યારેક હારતા પણ શીખવું જોઈએ. કારણ કે, એક વાર હાર મળ્યા બાદ જીવન નવેસરથી શરૂ થાય છે અને તે જીત કાયમ સ્પર્ધામાં ટકી રહે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here