સાણથલી ની 108ટીમે બાળક અને માતા ની જીદગી બચાવી હતી

0
511

પાનસડા ગામ માં વાડી વિસ્તારમાં મજૂર કામે આવેલા ઈલાતીબેન ઉ. 25ને ડિલિવરી નો દુઃખાવો થતા કિષનભાઈ એ 108 મા ફોન કરતા સાણથાલી ની એમ્બ્યુલન્સ ના ઈ.એમ.ટી. ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ બિપીનભાઈ ભટ્ટ દોડી ગયા હતા અને દર્દી ને તપાસ કરતા સ્થળ પર જ ડિલિવરી થઈ ગઈ હતી, અધુરા મહીને ડિલિવરી થઈ હોવાથી બાળકનુ વજન સાવ ઓછુ હતુ અને શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે બહારથી ઓક્સિજન આપી માતા તેમજ બાળક નો જીવ બચાવેલ છે. બાળક એને માતાને વધુ સારવાર અર્થે જસદણ આરોગ્ય કેન્દ્ર મા ખસેડવામાં આવ્યા છે. સાતમા મહીને ડિલિવરી થઈ હોવાથી બાળકનુ વજન સાવ ઓછુ હતુ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here